________________
૧૩
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૬૦ નવકારના જાપથી ધ્યાનનું બળ સંચય થાય છે. અને ધ્યાનનું બળ સંચય થયા પછી ઉચિત સ્થાનમાં સમર્થ શ્રાવકે ધ્યાન માટે ઉદ્યમ કરવો જોઈએ. જેથી સર્વ કલ્યાણની પરંપરાની પ્રાપ્તિ થાય. - શ્રાવક સવારમાં ઊઠીને પ્રથમ નવકારથી જાગ્રત થાય. ત્યાર પછી સ્વદ્રવ્યાદિનો ઉપયોગ કરે. કઈ રીતે સ્વદ્રવ્યાદિનો ઉપયોગ કરે ? તે સ્પષ્ટ કરે છે –
દ્રવ્યથી હું કોણ છું ? ભગવાનના વચનમાં હું શ્રદ્ધાવાળો છું કે શ્રદ્ધા વગરનો છું ? આ પ્રકારે વિચારવાથી પોતાને ભગવાનના વચનમાં શ્રદ્ધા હોય તો જિનવચનાનુસાર સર્વ કૃત્ય કરવાને અનુકૂળ દેઢવીર્યનો સંચય થાય છે; કેમ કે પોતે ભગવાનના વચન પ્રત્યેની રુચિવાળો હોવા છતાં તેનું સ્મરણ નહિ હોવાથી ભગવાનના વચનાનુસાર કૃત્ય કરવાનું વીર્ય ઉલ્લસિત થતું નથી અને પ્રતિદિન તે રીતે સ્મરણ કરવાથી શક્તિ અનુસાર દિવસ દરમિયાન કૃત્ય કરવાનું વીર્ય ઉલ્લસિત થાય છે. વળી ભગવાનનો ઉપદેશ અપ્રમાદસાર છે. ભગવાનના વચનમાં જેને રુચિ હોય તેણે સ્વભૂમિકાનુસાર અવશ્ય અપ્રમાદ કરવો જોઈએ. આ પ્રકારે દ્રવ્યથી હું કોણ છું ? એમ ચિંતન કરવાથી અપ્રમાદભાવની ઉપસ્થિતિ થાય છે. વળી, વિચારે કે મારા ગુરુ કોણ છે ? જેથી પોતાના ગુરુના ગુણોના સ્મરણપૂર્વક તેમના વચનાનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિ કરવાનું દઢ વીર્ય ઉલ્લસિત થાય છે. વળી, ક્ષેત્રથી વિચારે કે હું ક્યાં વસ્યો છું ? જેથી સહસા ઊઠીને ગમનાદિના ક્રિયાકાલમાં સ્તંભ આદિથી સ્કૂલના થવાનો સંભવ રહે નહિ. કાળથી વિચારે કે આ ક્યો કાળ છે ? જેથી તે કાળને અનુરૂપ ઉચિતકૃત્ય કરવા માટેનો સંકલ્પ થાય છે. વળી, ભાવથી વિચારે કે હું ક્યા કુળમાં જન્મ્યો છું ? જેથી પોતાના કુળને કલંક લાગે તેવું કોઈ અનુચિત કૃત્ય પોતાનાથી ન થાય તેવી જાગૃતિ આવે છે. વળી, મારો ધર્મ શું છે ? તેનું સ્મરણ કરવાથી પોતાનાં ઉચિત કૃત્યો કરવાનું સર્વીર્ય ઉલ્લસિત થાય છે. વળી, મારાં ક્યાં વ્રતો છે ? તેનું સ્મરણ કરે જેથી સ્વીકારાયેલા વ્રતની મર્યાદાથી વિપરીત પ્રવૃત્તિ અનાભોગથી પણ દિવસ દરમિયાન થાય નહિ.
આ રીતે દ્રવ્યાદિનું ચિંતન કર્યા પછી કાયિકી ચિતા માટે શ્રાવક ઉસ્થિત થાય અને જો હજુ નિદ્રાવસ્થા દૂર થઈ ન હોય તો શ્વાસ રોધ કરીને જાગ્રત થાય જેથી ખંભાદિ સાથે અથડાવાનો પ્રસંગ પ્રાપ્ત ન થાય. અને ત્યાર પછી કાયિકી ચિંતા માટે જાય. વળી, ખાંસી વગેરે આવે તોપણ ઉચ્ચ સ્વરથી કરે નહિ; કેમ કે કોઈ હિંસક જીવો જાગે તો હિંસાદિની પ્રવૃત્તિ તેઓ કરે તેમાં પોતે નિમિત્ત બને. વળી, જાગ્યા પછી કાયિકી ક્રિયા કરવા જતા પૂર્વે જે નાસિકામાં શ્વાસ વહન થતો હોય તે બાજુના પગને ભૂમિમાં પ્રથમ સ્થાપન કરે. જેથી દિવસ દરમિયાન કોઈ અશુભ નિમિત્તોની પ્રાપ્તિ ન થાય. આ રીતે જાગ્રત થવાની વિધિ કર્યા પછી શ્રાવકે ધર્મજાગરિકા કરવી જોઈએ. કઈ રીતે ધર્મજાગરિકા કરવી જોઈએ ? તે દશવૈકાલિકના વચનથી સ્પષ્ટ કરે છે –
મારા વડે શું ઉચિત કૃત્ય કરાયું ?” આ પ્રકારે વિચારવાથી શ્રાવકને સ્મરણ થાય છે કે વર્તમાનના મનુષ્યભવમાં મારા આત્માના હિત અર્થે મારી શક્તિ અનુસાર મેં શું ઉચિત કૃત્યો કર્યા છે ? જેનાથી સુખપૂર્વક સદ્ગતિની પરંપરા દ્વારા હું સંસારનો અંત કરવા સમર્થ બનીશ એ પ્રમાણે સૂક્ષ્મ અવલોકન કરવાથી શક્તિ અનુસાર ઉચિત કૃત્યો કરવાના પ્રયત્નમાં કંઈ પ્રમાદ વર્તતો હોય તો તે દૂર થાય છે. વળી