________________
૧૪
ધર્મસંગ્રહ ભાગ-૪ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૦ વિચારે છે કે “શું મારું કૃત્ય શેષ છે ?” અર્થાત્ વર્તમાનભવમાં મારી શક્તિ અનુસાર મેં જે કંઈ કૃત્યો કર્યાં છે તેનાથી અન્ય અવશેષ કૃત્ય શું કરવા જેવાં છે ? કે જે કૃત્ય કરવાથી સર્વવિરતિને અનુકૂળ શક્તિ સંચય થાય. જેના કારણે ચારગતિના પરિભ્રમણરૂપ સંસારનો શીધ્ર અંત થાય. આ પ્રમાણે સ્મરણ કરવાથી વર્તમાનના ભવમાં આગામી ઉચિત કૃત્યો અપ્રમાદપૂર્વક થાય છે અને જે શ્રાવક સદા પોતાની શક્તિ અનુસાર અપ્રમાદથી ઉચિત કૃત્યો કરે છે તેવા મહાત્મામાં શક્તિને ગોપવ્યા વગર હિત સાધવાના વિષયમાં અપ્રમાદ થાય તેવા ઉત્તમ સંસ્કારોનું આધાન થાય છે. જેથી અપ્રમાદભાવના બળથી તે મહાત્મા શીધ્ર સંસારસાગરને તરશે. વળી વિચારે છે કે “કયું શક્ય કૃત્ય હું સ્મરણ કરતો નથી ?” તેમ વિચારવાથી માત્રા સ્થૂલથી મેં આ કૃત્ય કર્યું છે, આ કૃત્ય કર્યું નથી તેમ માનીને સંતોષ થતો નથી. પરંતુ આત્મસાક્ષીએ પોતાની ઉચિત કૃત્યો કરવાની શક્તિનું સમાલોચન થાય છે અને શક્તિ હોવા છતાં પ્રમાદને વશ તે શક્ય કૃત્ય કરવાનું પોતે સ્મરણ ન કરતો હોય તો તેની નિંદા કરીને તે શક્ય કૃત્ય કરવા માટે ઉત્સાહિત થાય છે. વળી, શ્રાવક વિચારે છે કે યોગમાર્ગની પ્રવૃત્તિ અતિદુષ્કર છે. તેથી પ્રમાદવશ મેં જે કંઈ સ્કૂલના કરી છે તે મારી કઈ સ્કૂલનાને બીજા જીવો જોનારા છે ? આ પ્રમાણે વિચારવાથી પોતાની સ્કૂલનાને અન્ય પણ જોઈ રહ્યા છે, છતાં બલવાન રાગાદિને વશે નિર્લજ્જ થઈને પોતે એવું કૃત્ય કરતો હોય તો તેનાથી લજ્જા પામીને પણ નિવર્તન પામે છે. વળી વિચારે છે કે “કઈ સ્કૂલનાઓ મારો આત્મા જોતો નથી ?” જેથી સંવેગ ઉત્પન્ન થતો નથી. અર્થાત્ થયેલી સ્કૂલના પ્રત્યે તીવ્ર જુગુપ્સારૂપ સંવેગ ઉત્પન્ન થતો નથી. આ રીતે વિચારવાથી પોતાની સ્કૂલના કોઈ જોતા ન હોય તોપણ નિમિત્તને પામીને પોતે ઇન્દ્રિયને વશ થઈને જે સૂક્ષ્મ સ્કૂલનાઓ કરીને પોતાના યોગમાર્ગને મલિન કરે છે. છતાં મૂઢતાને કારણે જે તેની ઉપસ્થિતિ થતી નથી તે દૂર થાય છે. અને પોતાની શક્તિ અનુસાર યોગમાર્ગની પ્રવૃત્તિમાં જે સ્કૂલનાઓ છે તેનું સ્મરણ કરીને તે સ્કૂલનાઓને દૂર કરવાને અનુકૂળ તીવ્ર સંવેગ થાય છે. વળી, વિચારે છે કે “હું કઈ સ્કૂલના દૂર કરવા યત્ન કરતો નથી” તે પ્રકારે વિચારવાથી ઉપસ્થિતિ થાય છે કે જીવને પ્રમાદ મધુર લાગે છે અને પ્રમાદને વશ યોગમાર્ગની પ્રવૃત્તિમાં જે પણ સ્કૂલનાઓ કરે છે તે સ્કૂલનાઓ પોતાને દેખાવા છતાં તે
સ્મલનાઓને દૂર કરવા ઉત્સાહ થતો નથી અને તેનું સ્મરણ થવાથી ભય પેદા થાય છે કે જો આ રીતે મારી પ્રવૃત્તિની સ્કૂલનાઓને હું દૂર કરીશ નહિ તો પ્રમાદ કરવાની પ્રવૃત્તિ સ્થિર-સ્થિરતર થશે અને વધતો જતો પ્રમાદ વિનાશનું કારણ બનશે. માટે મારે મારી ઉચિત પ્રવૃત્તિમાં થોડી અલના પણ થતી હોય તો તેને અવશ્ય દૂર કરવી જોઈએ. અને શાસ્ત્રમાં સંભળાય છે કે આનંદ-કામદેવ આદિ પણ આ રીતે ધર્મજાગરિકા કરીને મહાશ્રાવક થયા. જેથી એકાવતારી બન્યા. માટે મારે પણ ચારગતિના પરિભ્રમણનો અંત કરવો હોય તો આ રીતે ધર્મજાગરિકા કરીને અપ્રમાદને કેળવવો જોઈએ. ટીકા :
अथोत्तरार्द्धव्याख्या-'सामायिकादी'त्यादि, सामायिकं-मुहूर्तं यावत्समभावरूपनवमव्रताराधनं प्रथमावश्यकं वा, आदिशब्दात् षड्विधावश्यकप्रतिबद्धरात्रिकप्रतिक्रमणग्रहणम्, तद्विधिरग्रे