________________
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧૦
ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે.
વ્યાઘુપયોગ ..... વિદિતિ દ્રવ્યાદિનું ઉપયોજન એ પ્રમાણે મૂળ ગાથામાં કહ્યું. એમાં આદિ' શબ્દથી ધર્મજાગરિકા પણ ગ્રહણ કરાય છે અને તે આ પ્રમાણે છે –
“મારા વડે શક્તિ અનુરૂપ શું કૃત્ય કરાયું છે? શું મારું કૃત્ય શેષ છે? ક્યું શક્ય કૃત્ય હું નથી કરતો ? શું મારું અલિત=સ્મલના કરાયેલ કૃત્ય, પર જુએ છે ? અને શું મારો આત્મા સ્કૂલનાને જુએ છે ? અથવા શું હું અલિત કૃત્યને ત્યાગ કરતો નથી ?” in૧u (દશવૈકાલિક ચૂલિકા-૨, ગાથા ૧૧-૧૨)
ઈત્યાદિ આવું બીજું અન્ય ચિંતન કરે. આનંદ-કામદેવ વડે પણ આ રીતે ધર્મજાગરિકા કરાયેલી સંભળાય છે. ભાવાર્થ :
જે શ્રાવક વિધિપૂર્વક બાર વ્રતોનું પાલન કરે છે અને સાતક્ષેત્રમાં ધન વપનાદિ કરે છે તેમ જ ભૂમિકાનુસાર ઉચિત અનુકંપા કરે છે તે મહાશ્રાવક છે તેમ અત્યાર સુધી બતાવાયું. અને તે મહાશ્રાવક પ્રતિદિન શું કૃત્યો કરે છે ? તે બતાવતા કહે છે –
સવારના જાગે ત્યારે સકલ કલ્યાણના કારણભૂત નમસ્કારથી જાગ્રત થાય. તેથી નમસ્કારનાં બોલાયેલાં પદોથી ચિત્ત સદા ભાવિત રહે. કઈ રીતે નમસ્કાર ગણે તે બતાવતાં કહે છે –
શ્રાવકે સ્વલ્પ નિદ્રાવાળા થવું જોઈએ. અને રાત્રિના ચોથા પહોરમાં સ્વયં ઊઠી જવું જોઈએ. જેથી આ લોકના અને પરલોકના કાર્યની સિદ્ધિના અનેક ગુણો પ્રાપ્ત થાય છે. અર્થાત્ સવારના વહેલા ઊઠવાથી દેહનું આરોગ્ય સારું રહે છે. સ્વસ્થતાપૂર્વક એક પ્રહર સુધી ઉચિત ધર્મકૃત્યથી ચિત્ત ભાવિત કરવાથી ચિત્તમાં સંકલેશો અલ્પ-અલ્પતર થાય છે પરલોકમાં પણ સુગતિ દિની પ્રાપ્તિ થાય છે. તેથી શ્રાવકે સવારમાં એક પ્રહર પૂર્વે જાગ્રત થઈ ધર્મપરાયણ થવું જોઈએ. વળી કોઈક રીતે શરીરની જડતાને કારણે એક પ્રહર પૂર્વે ઊઠી ન શકે તો સૂર્યોદય પૂર્વે જઘન્યથી બે ઘડી પૂર્વે બ્રાહ્મી મુહૂર્તમાં નમસ્કારના સ્મરણપૂર્વક ઊઠવું જોઈએ. અહીં પ્રશ્ન થાય કે ઊઠતાની સાથે શ્રાવકે કઈ રીતે નમસ્કાર ગણવો જોઈએ ? તેથી કહે છે –
નિદ્રાના ત્યાગ સમયે પંચપરમેષ્ઠિ પ્રત્યે અત્યંત બહુમાનપૂર્વક મંગલ માટે શ્રાવકે અવ્યક્તવર્ણવાળા નમસ્કારનું સ્મરણ કરવું જોઈએ. અર્થાત્ મનમાં નવકારનું સ્મરણ કરવું જોઈએ. ફક્ત ચિત્તને શ્રાવકે તે રીતે ભાવિત રાખવું જોઈએ કે જગતમાં પંચપરમેષ્ઠિ જ જીવ માટે સર્વ કલ્યાણના કારણરૂપ છે. માટે તેના પ્રત્યે અત્યંત બહુમાનભાવ સ્કુરાયમાન થાય અને પોતાના જીવનમાં કરાયેલો નમસ્કાર મંગલરૂપ થાય=સર્વ કલ્યાણની પરંપરાનું કારણ બને તે રીતે સ્મરણ કરવું જોઈએ. અને જેઓના ચિત્તમાં પંચપરમેષ્ઠિમાં રહેલા ઉત્તમપુરુષો જ ભક્તિપાત્ર છે અને તે અવસ્થા જ પ્રાપ્તવ્ય છે તેવી સ્થિર બુદ્ધિ છે તેઓ તે પ્રકારના ઉપયોગપૂર્વક નમસ્કાર ગણે તો અવશ્ય તે નમસ્કારનું સ્મરણ તે મહાત્મા માટે મંગળરૂપ બને છે.
વળી, કેટલાક મહાત્માઓ કહે છે કે નમસ્કાર ગણવા માટે એવી કોઈ અવસ્થા નથી કે જે અવસ્થામાં