________________
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૬૦
પછી નિદ્રા વગરનો કાયિકી ચિંતા કરે છે. અને ઉધરસ આદિ શબ્દ પણ ઉચ્ચ સ્વરથી ન કરે; કેમ કે હિંસકજીવતા જાગરણથી હિંસાદિના અનર્થતી પ્રવૃત્તિ છે. અને ઊઠેલો વહેતી નાસિકાના પક્ષવાળા, પાદને પ્રથમ ભૂમિમાં સ્થાપન કરે એ નીતિ છે. અર્થાત્ ડાબી કે જમણી જે બાજુની નાસિકા ચાલતી હોય તે બાજુના પગને પ્રથમ ભૂમિમાં સ્થાપન કરે તે નીતિ છે. અહીં=નવકારના સ્મરણકાળમાં નિદ્રાના ત્યાગના સમયમાં આત્યંતિક તેના બહુમાનના કાર્યભૂત મંગલ અર્થે અવ્યક્ત વર્ણવાળો નવકાર સ્મરણ કરે. એ વિશેષ છે. જેને કહે છે –
“શધ્યાગતશધ્યામાં રહેલા એવા શ્રાવકે, મનમાં પરમેષ્ઠિનું ચિંતન કરવું જોઈએ. એ રીતે વળી=મનમાં ચિંતન કરે એ રીતે વળી, સૂત્રના અવિનયની પ્રવૃત્તિ નિવારિત થાય છે.”
વળી, અન્ય કહે છે.
તે કોઈ અવસ્થા નથી જેમાં નમસ્કારનો અધિકાર છે. એ રીતે માનતા અવિશેષથી જ=મનમાં નહિ પરંતુ સ્પષ્ટ ઉચ્ચાર રૂપે, નમસ્કારના પાઠને કહે છે.
આ બન્ને મત આદ્ય પંચાશકવૃત્તિ આદિમાં કહેવાયા છે. ‘શ્રાદ્ધદિનકૃત્યમાં વળી આ પ્રમાણે કહેવાયું છે. શય્યાસ્થાનને છોડીને ધરતીતલમાં રહે.” ત્યાર પછી ભાવબંધુ જગતના નાથ એવા નવકારને બોલે. અને ‘યતિદિનચર્યામાં આ પ્રમાણે છે – “રાત્રિના પાછલા પહોરમાં બાલ-વૃદ્ધાદિ સર્વ જાગે છે. પરમેષ્ઠિના પરમ મંત્રને સાત-આઠ વાર બોલે છે.” IIII. (યતિદિનચર્યા ગાથા-૩) વળી નમસ્કારના પરાવર્તનની વિધિ યોગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં આ પ્રમાણે છે – “આઠપત્રવાળા શિતાસ્મોજની કણિકામાં કરાયેલા સ્થિતિવાળા આદ્ય સાત અક્ષરવાળા પવિત્ર મંત્રનું નમો અરિહંતાણં એ પવિત્રમંત્રનું ચિંતન કરે. IIII
ત્યાર પછી સિદ્ધાદિક ચતુષ્કને ચાર દિશાઓની પાંદડીઓમાં યથાક્રમ અને ચૂલાપાદ ચતુષ્કને વિદિશાઓના પત્રોમાં ચિંતન કરે. રા - વિશુદ્ધિથી આનું નમસ્કાર મહામંત્રનું, ૧૦૮ વખત ચિંતન કરતા મુનિ ખાતાં પણ ઉપવાસના ફળને પ્રાપ્ત કરે છે.” (યોગશાસ્ત્ર ૮ ગાથા ૩૩ થી ૩૫) વળી મુખ્યફલ સ્વર્ગ-અપવર્ગ જ છે. જે કારણથી ત્યાં જ યોગશાસ્ત્રમાં જ કહેવાયું છે.
“પ્રવૃત્તિના હેતુ જ આએક ઉપવાસ, આમનું=૧૦૮ નવકારનું, ફળ કહેવાયું છે. વળી, પરમાર્થથી સ્વર્ગ અને મોક્ષફળ કહે છેયોગીઓ કહે છે.” (યોગશાસ્ત્ર ૮/૪૦)