Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ધમ્મ વર ચારિત ચક્યૂટ્રિણે. (ધર્મના દેનારા, ધર્મના ઉપદેશનારા, ધર્મના નાયક, ધર્મના સારથિ, ધર્મરૂપી ચક્ર પ્રવર્તાવનારા ચક્રવર્તી)
જીવાત્મા આવા ઉપકારી અને શુદ્ધ, બુદ્ધ, નિર્મળ તીર્થંકર પરમાત્માને સાધનામાર્ગમાં આદર્શ તરીકે રાખે, તો તેની સાધનામાં સહાય થાય. તેમની ઉપાસના, પૂજા, અર્ચના, કીર્તન, વંદન, સ્તવના કરવાથી તેમણે કરેલા અપૂર્વ ઉપકારનો અંશતઃ આભાર માની શકાય તેમ જ તેમના ગુણોનું સ્મરણ, સ્તવન અને ધ્યાન કરવાથી પોતાના લક્ષ્યને સિદ્ધ કરવામાં સહાય મળે. આ માટે શાસ્ત્રમાં “ઈલિકા-ભ્રમર ન્યાયનું દષ્ઠત આપવામાં આવે છે. ઈલિકા એટલે ઇયળ. નાનકડી ઇયળને ભમરી ડંખ મારીને ચાલી જાય. આ ડંખને લીધે ઇયળના મનમાં ભમરી બનવાની પ્રબળ ઇચ્છા જાગ્રત થાય. ભમરી બનવાના સતત ધ્યાનના પ્રતાપે ઇયળ કોશેટો રચી થોડા જ દિવસોમાં ભમરીનું સ્વરૂપ પ્રાપ્ત કરે. એ જ રીતે આત્મા પણ અરિહંત-તીર્થકરોનું સતત ધ્યાન ધરે તો તે પણ અરિહંત પરમાત્મા જેવી જ સમૃદ્ધિને ભોગવનાર બને. આ પ્રક્રિયાને વર્ણવતાં આનંદઘનજી મહારાજ કહે છે :
વજનસ્વરૂપ થઈ જિન આરાધ, તે સહી જિનવર હોવે રે, મૂંગી ઈલિકાને ચટકાવે, તે ભૂંગી ગ જોવે રે.
(આનંદઘન સ્વ. ચો. રૂ. ૨૧, કડી ૭) પરમાત્માના ધ્યાનની પ્રક્રિયાને વર્ણવતાં યશોવિજયજી મહારાજે કહ્યું છે કે :
અરિહંત પદ ધ્યાતો થકો, દવહ ગુણ પજાય રે ભેદ છેદ કરી આતમાં, અરિહંતરૂપે થાય રે.
(નવપદપૂજા) અરિહંત ભગવંતનું દ્રવ્યથી ધ્યાન એટલે કે તેમના સકલ કર્મરહિત, રાગ-દ્વેષથી મુક્ત, નિર્મળ, નિર્વિકાર આત્માનું ધ્યાન ધરવું તે. અરિહંત ભગવંતના ગુણોનું ધ્યાન એટલે કે સિંહાસન, અશોકવૃક્ષ આદિ આઠ મહાપ્રાતિહાર્યો અને વચનાતિશય, જ્ઞાનાતિશય આદિ ચાર અતિશયોથી યુક્ત, વાણીના માધુર્ય – સર્વજીવને ઉપકારકતા આદિ ૩૫ ગુણોવાળા અરિહંત ભગવાનનું ધ્યાન ધરવું તે. અને પર્યાયથી ધ્યાન ધરવું એટલે કે તેમના જન્મથી માંડી કેવળજ્ઞાન અને મોક્ષ સુધીની વિવિધ અવસ્થાઓનું ધ્યાન ધરવું તે. આમ, અરિહંત પરમાત્માનું દ્રવ્ય, ગુણ, પર્યાયથી કરાતું ધ્યાન સર્વકર્મોનો છેદ કરી અરિહંતરૂપ અપાવનારું બને છે. આમ, અરિહંત પરમાત્માની ઉપાસનાનું જૈન ધર્મની આરાધનામાં વિશેષ મહત્ત્વનું સ્થાન છે. પરમાત્મા પ્રત્યેના પ્રબળ આદર-અહોભાવ વિના જીવન દર્શનગુણની પ્રાપ્તિ થતી નથી. પરમાત્માના શુદ્ધાત્મરૂપનું દર્શન અને જ્ઞાન પોતાના પણ એવા જ શુદ્ધ સ્વરૂપને માટેની લગની જગાડે છે અને પરમાત્માએ આરાધેલું અને ભવ્ય જીવોને ઉપકારાર્થે ઉપદેશેલું ચારિત્ર જીવાત્માને શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરાવે છે. મોક્ષમાર્ગની સાધનાના ત્રણ મુખ્ય આધાર – રત્નત્રયી – સમ્યગ્દર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યગુચારિત્ર પરમાત્માની આરાધના અને
૨૦. ભક્તિરસઝરણાં ભાગ-૧, સે. અભવસાગરજી, પૃ. ૨૩ ૨૧. વિવિધ પૂજાસંગ્રહ, સં. લાલભાઈ શાહ, પૃ. ૧૮૮ ૧૦ ચોવીશીઃ સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org