Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
(યશોવિજયજી કૃત સ્તવનચોવીશી - દ્વિતીય) કયા સોવે જાગ બાઉ રે, અંજલિ જલ ક્યું આવું ઘટત છે, દેત પહેરિયાં ધરિય ધાઉં રે. ઇંદ્ર ચંદ્ર નાર્ગદ્ર મુનિંદ્ર ચલે, કોણ રાજા પતિસાહ રાઉ રે. ભમત ભમત ભવજલનિધિ પાયકે, ભગવંત ભજન બિન ભાઉ ભાઉ રે. કહાં વિલંબ કરે અબ બાઉ રે, તરી ભવજલનિધિ પાઉ રે. આનંદઘન ચેતનામય મૂરતિ, શુદ્ધ નિરંજન દેવ ધ્યાઉં રે.
(આનંદઘન પદ બહોતેરી – પદ - ૧) યશોવિજયજીની રચનાનો સ્તવનના પ્રકારમાં અને આનંદઘનજીની રચનાનો સમાવેશ પદ પ્રકારમાં થાય છે.
પરંતુ સાહિત્યિક દૃષ્ટિએ તો વર્ગીકરણ કરાતાં બંને પ્રકારની રચનાઓનો પદ' પ્રકારમાં જ સમાવેશ થઈ જાય છે. સ્તવનનો પ્રારંભ ઊર્મિની પ્રબળ અભિવ્યક્તિ સાથે થતો હોય છે, દા.ત. -
K(ક) શેત્રુંજા ગઢના વાસી રે, મુજરો માનજો રે લાલ.' ખ) “સમકિત દ્વાર ગભારે પેસતાં, પાપડલ ગયાં દૂર રે.' (ગ) એક વાર હૃદયે આવો હો દેવ ! પાર્શ્વકિર્ણદા. (ઘ) “અબ મોહે ઐસી આય બની, શ્રી શંખેશ્વર પાસજિન, મેરે તું એક ધની.
) “રહો રહો રે યાદવ! દો ઘડિયા, દો - ચાર ઘડિયા.'
(૭) કીન રમે ચિત્ત કીન રમે, મલ્લિનાથજી વિના ચિત્ત કીન રમે. આથી એમ કહી શકાય કે જૈન કવિઓએ પરમાત્મભક્તિ માટે કે પરમાત્માના ગુણવર્ણન માટે રચેલાં પદો એ “સ્તવન'.
જૈન પરંપરામાં “મોક્ષ એટલે કે સર્વકર્મની નિર્જરા એ જીવમાત્રનું અંતિમ લક્ષ્ય છે. સર્વકર્મોથી રહિત, શુદ્ધ અને સિદ્ધ એવા પરમાત્મામાં સ્વ આત્માને જોડવાનું છે. સ્તવનના વિષય એવા અરિહંત પરમાત્માએ સર્વકર્મોનો ક્ષય કર્યો છે. રાગદ્વેષ આદિ આંતરશત્રુઓ પર વિજય મેળવ્યો છે. વિશ્વકલ્યાણની પ્રબળ ભાવના અને જીવમાત્ર પ્રત્યેની કરુણાથી તેઓનું હૃદય છલકાય છે. તેમણે વિશ્વકલ્યાણની ભાવનાને સાર્થક રૂપ આપવા પ્રબળ પુરુષાર્થ કર્યો છે. અપાર સુખવૈભવ અને રાજ્યલક્ષ્મીનો ત્યાગ કરીને તપશ્ચર્યા કરી છે. સમતા અને સમભાવ હૃદયમાં સ્થાપિત કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. તીર્થકરરૂપે સંસારસમુદ્રમાં ડૂબેલા જીવોનો ઉદ્ધાર કરવા ધર્મતીર્થની સ્થાપના કરી, ઉપદેશ દ્વારા સંસારી જીવોને સાચો માર્ગ દર્શાવ્યો છે. માટે જ “નમુત્થણે (શક્રસ્તવ)માં તીર્થંકર પરમાત્મા માટે કહેવાયું છે કેઃ
ધમ્મદયાણે, ધમ્મ દેસયાણ, ધમ્મ નાયગાણે
ધમ્મ સારહીણે. ૧૮. સજ્જન સન્મિત્ર – સં. પોપટલાલ કેશવજી દોશી, પૃ. ૭૩૩ ૧૯. સજ્જન સન્મિત્ર (ક) પૃ. ૩૮૯, (બ) પૃ. ૩૯૨, (ગ) પૃ. ૪૨૮, (ઘ) પૃ. ૪૨૬, (૨) પૃ. ૪૧૪, (છ) પૃ. ૪૧૨.
ચોવીશી: ઉદ્ભવ અને સ્વરૂપ ૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org