________________
પત્રસુધા
૧૭ આપ પ્રભુના સમાચાર મુનિદેવ શ્રી મેહનલાલજીના ઉપર લખાયેલા પત્ર દ્વારા તથા ત્યાંથી અત્રે પધારતા મુમુક્ષુભાઈએ દ્વારા મળતા રહે છે, એ આપ પ્રભુની પરમ કર્યું છે. આપના વિરહના કાળમાં મુનિદેવ શ્રી મોહનલાલજીને સમાગમ આપની કૃપાથી પ્રાપ્ત થયેલ છે તેથી આપનાં પ્રત્યક્ષ દર્શન માટે વર્તતી અધીરાઈ કંઈક અંશે શમી છે. મુનિશ્રીની સાથે સવારમાં વહેલા ચાર-પાંચ વાગ્યે બેએક કલાક વાંચવાનું બને છે, બપોરે પત્ર કે અન્ય પ્રસંગમાં એકબે કલાક જાય છે, અને સાંજને એકાદ કલાક મળે તે મળે, નહીં તે રાત્રે દેહેક કલાક સદુવાર્તા કે વાંચનમાં ને ભજનમાં જાય છે. અર્ધ ચેમાસું લગભગ મુનિશ્રીએ આણંદમાં કર્યા જેવું થયું છે. તે તેમને અશાતાને ઉદયકાળ અમારા જેવાને તે શુભ નિમિત્ત નીવડ્યો છેજી, પ્રભુ.
હવે અઠવાડિયા પછી પંદર દિવસની રજાઓ નિશાળમાં પડે છે. તે રજાઓ પણ આવા જ ક્રમમાં જાય એવી ઈચ્છા રહ્યા કરે છે. ધર્મને કેઈ ને કોઈ કામમાં કાળ જાય તે સારું એવી અંતરમાં ભાવના રહ્યા કરે છે), તે ભાઈ મગનલાલ તારમાસ્તર મારફતે કે પત્ર દ્વારા તે દિવસોમાં શું ખાસ લક્ષમાં રાખવું તે જણાવવા કૃપા કરશેજી, પ્રભુ. ભાઈ મગનલાલને મેં મેઢેથી વાત કરી છે કે પ્રભુશ્રીને મારી વતી એટલી વિજ્ઞપ્તિ કરશો કે આ જીવ અધીર થઈ ગયું છે, તે પ્રભુશ્રીને સમાગમ એક વર્ષ ઓછામાં ઓછા કરવા તીવ્ર ઈચ્છા રાખે છે. તેમ છતાં આજ્ઞા તે સદાય શિરસાવંદ્ય છે. છતાં આ ઈચ્છા તેમનાથી વખતે દર્શાવી શકાય કે નહીં એમ જાણી આજે કાગળ પર ચીતરવા પ્રયત્ન કરું છું.
એમ વિચારી રહ્યા કરે છે કે ઓછામાં ઓછું એક વર્ષ આપ જે જે સ્થળોએ વિહાર કરવાના છે તે તે સ્થળમાં આપની સેવામાં લક્ષમણ રામની સાથે વનવાસમાં રામ જ્યાં
ક્યાં ગયા ત્યાં ત્યાં સાથે સેવામાં રહ્યા હતા તેમ સંયમ સાથે રહે. જે આપની પવિત્ર સેવાને લાભ લેવા જેટલું આ હીનભાગી બાળકનું પૂર્વ કર્મ ન હોય, અને તેની આજ્ઞા મળવાની અનુકુળતા ન હોય, તે આપને તથા પવિત્ર સેવામાં અહોનિશ રહેતાં ભાઈબહેનોને અલ્પ પણ બેજારૂપ ન નીવડું, તેમ મારી વ્યવસ્થા જુદી રાખી, હું માત્ર આપના સંગમાં ઘણોખરો કાળ ગાળું તેવી ગોઠવણ હું મારી જાતે કરી લઉં. તે તે તીર્થસ્થળના શ્રાવકે જેમ આપના પરમ સત્સંગમાં રહી શકે તેમ એક વર્ષ રહી, સર્વ ક્રિયા આપની આજ્ઞાને અનુસરી કરવા ધારણું છે, અને આમ બાર માસ જે પરમ સત્સંગમાં જાય છે જેની ટેવ, અભ્યાસ પાડવા ગ્ય છે તે પ્રમાણેનું જીવન ઘડાય અને એ લક્ષે બાકીનું જીવન જાય, એવી ભાવના રાખી છે. ઉપાધિ તે સર્જિત હશે તે ગમે ત્યાં બેઠાં વેચવી જ પડશે, પણ તે ન છૂટે ત્યાં સુધી કેમ કાળ ગાળો તેના અભ્યાસની હાલ બહુ જરૂર જણાય છે. તે એકાદ માસથી કે પત્ર દ્વારા કામ થઈ શકે તેવું નહીં હોવાથી એક વર્ષની આપ પ્રભુની પાસે માગણું છે. મારું લક્ષ આપની આજ્ઞા ઉઠાવવાનું છે એટલે આપની વૃદ્ધાવસ્થાને લીધે કે મારી કોઈ સ્થિતિને લીધે મારી દષ્ટિ બાહ્ય પ્રવર્તે નહીં, તે તરફ હું ખાસ લક્ષ રાખવા દઢ પ્રતિજ્ઞા કરું છું. એક વાર અહીંની વ્યવસ્થા કરી નીકળી જાઉં ને એકબે વર્ષ સુધી પાછું વાળીને ન જ ઉં, એમ અંતરમાં વારંવાર ઊગી આવે છે. પ્રશંસા માટે લખતો નથી, પણ આપની સેવામાં રહેવાની ઈચ્છા જણાવું છું ત્યારે અન્ય વાંચનારની નજરે પણ આ ઈચ્છા વધારે પડતી ન જણાય, માટે જણાવવાની