________________
ધમકથાએ “હે જંબુ ! નિર્વાણને પામેલા તે શ્રમણ ભગવાન મહાવીરે આ નાયાધમકહા નામના છઠ્ઠા અંગના બે શ્રુતઅંધ કહ્યા છે. તેમાં પ્રથમ સ્કંધમાં જ્ઞાત-ઉદાહરણો છે અને બીજામાં ધર્મકથાઓ છે.” જબુએ આર્ય સુધર્માને ફરીવાર પૂછયું –
જેમાં ઉદાહરણે આવે છે તે પ્રથમ સ્કંધમાં કેટલાં અધ્યયને છે?” સુધર્મા સ્થવિર બેલ્યા -
હે ! ઉદાહરણપ્રધાન પ્રથમ સ્કંધમાં ૧૯ અધ્યયને છે. તે બધાં અધ્યયનોનાં નામ કમવાર આ પ્રમાણે છે – ૧ ઉખિત્ત-ણાય ૬ તુંબ ૧૧ દાવદવ ૧૬ અવરકંકા ૨ સંધાડ ૭ રહિણી ૧૨ ઉદગ-ણાય ૧૭ આઈન્સ ૩ અંડ ૮ મલ્લી ૧૩ મંડુક ૧૮ સુંસુમાં ૪ કુમ્ભ ૯માયંદી ૧૪ તેયલિ ૧૯ પુંડરિયણાય પસેલગ ૧૦ ચંદિમા ૧૫ નંદીકલ
વળી જંબુએ પૂછ્યું -
એ ૧૯ અધ્યયનેમાં પહેલા અધ્યયનને શે અર્થ છે?”
સુધર્માએ કહ્યું – “એ પહેલા અધ્યયનને અર્થ આ પ્રમાણે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org