________________
અયન-૧
૪૧ : માહ બિકે
જેની આસપાસ વસતી કે ગામ ન હોય તેવા સ્થળને મડબ કહે છે. તેમના માલિકો તે માડબિકે. આને બદલે માંડવિક પાઠ પણ આવે છે. તેને અર્થ મંડપના માલિકો કરેલ છે. ૪૨ કૌટુંબિક
અનેક કુટુંબના આશ્રયદાતા. “કૌટુંબિક”ને બીજો અર્થ ખેડૂત-કણબી પણ થાય છે. ઇ: ઇ .
જેના દ્રવ્યના ઢગલામાં મોટો હાથી–ઈમ ઢંકાઈ જાય તે ઇભ્ય. જ છીએ
શ્રીદેવતાની મૂર્તિવાળા સુવર્ણપદને જેઓ માથા ઉપર બાંધે છે તે શ્રેષ્ઠીઓ.
તત્ત્વાર્થભાષ્યમાં આર્ય * અને મ્લેચ્છ એવા બે મનુષ્યના ભેદ બતાવવામાં આવ્યા છે. તેમાં આર્યોના છ ભેદ છે. (૧) ક્ષેત્રઆર્ય : કર્મભૂમિમાં જન્મેલા (૨) જાતિઆર્ય -ઇસ્યાકુ, વિદેહ, હરિ, અંબઇ, જ્ઞાત, કુર, મુંબુનાલ, ઉગ્ર, ભોગ, રાજન્ય વગેરે. [પન્નવણાસત્રમાં અંબઇ, કલિંદ, વૈદેહ, વેદંગ, હરિત, ચુંચુણા એ છ જાતિઆર્ય ગણાવ્યા છે.] (૩) કુલઆર્ય: વિશુદ્ધવંશમાં જન્મેલા પન્નવણુસૂત્રમાં રાજન્ય, ભગ, ઉગ્ર, ઇત્ત્વાકુ, જ્ઞાત અને કૌરવ્ય એ છે કુલઆર્ય ગયા છે.] (૪) કર્મઆર્ય યજન-માજન, અધ્યયન-અધ્યાપન, પ્રયાગ, કૃષિ, લિપિ, વાણિજ્ય અને યોનિપષણથી આજીવિકા ચલાવનારા. [પન્નવણાસૂત્રમાં દેશી (કાપડિયા), સૂતર વેચનારા, કપાસ વેચનારા, સુરયાલિય, ભંડયાલય, કુંભાર, પાલખી મેના વગેરે ઉપાડનારા – એ કર્મ આર્યો
જ જન પરંપરામાં બ્રાહ્મણ, ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એવા ભેદ માન્ય નથી; પણ ઉપર પ્રમાણેના બે ભેદ જ માન્ય છે. વર્તમાનમાં જેમને હરિજનો ગણવામાં આવે છે, તેઓ આર્યોમાં સમાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org