________________
૨૦૦
ટિપ્પણ છે. એટલે અહીં મહાભારતમાં વર્ણવાયેલી દ્વારિકા સમજવાની છે. વર્તમાન દ્વારિકા ક્યારે વસી તે વિષેની હકીકત માટે જુઓ પુરાતત્ત્વ પુ. ૧, પા. ૧૦૧, aઃ રૈવતક [-ગિરનાર
દ્વારિકા પાસેનું આ તીર્થ ઘણું જૂનું છે. એનો તીર્થ તરીકેનો ઉલ્લેખ મહાભારતના સમયથી ચાલ્યો આવે છે. ત્યાંના અશોકના શિલાલેખને લીધે તે મૌર્યસમયમાં વધારે પ્રસિદ્ધ હશે. જૈનના ૨૨ મા તીર્થંકર અરિષ્ટનેમિ ત્યાં જ નિર્વાણ પામ્યાનો ઉલ્લેખ આ સૂત્રમાં જ છે. આનું બીજું નામ ઉજજયન્ત પણ મહાભારતમાં પ્રસિદ્ધ છે. જેનગ્રંથમાં તે રૈવતક, ઉજજયંત, ઉજજ્વલ, ગિરિણાલ અને ગિરિનાર વગેરે નામથી પ્રસિદ્ધ છે. ૪: વૈતાઢય
પ્રાકૃત ભાષાના કેટલાક અભ્યાસીઓ “વૈતાઢ્ય' શબ્દને વેલર્ધ” શબ્દ સાથે સરખાવે છે. “વેદિ' ખાસ આ પ્રદેશનું નામ છે. ૫? વાસુદેવ પાસે આવી
આ ઉલ્લેખ ઉપરથી માલૂમ પડે છે કે સ્ત્રીઓ વગર સંકોચે રાજાઓ પાસે પહોંચી જતી અને વગર પડદે કોઈ જાતને અંતર સમજ્યા વિના તેમની સાથે વાત કરી શકતી. ૧૪ શ્રમણોપાસકની મર્યાદા
શ્રમણોપાસકનાં ૧૨ વ્રત હોય છે. આ વિષેનું વિગતવાર વર્ણન ઉપાસકદશાસૂત્રમાંથી સમજી લેવું. છેઃ પણિતત્ર
ષષ્ઠિત નામના શાસ્ત્રને પરિચય પુરાતત્ત્વ પુ. ૫, પા. ૮૬ માં જોઈ લે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org