________________
અદયયન-૧૭
૨૨૧ ત્રણસો પાંડ થયા છે, હજારે દ્રોણાચાર્ય થયા છે અને કર્ણની તો સંખ્યા જ નથી. આમ કહીને હેમાચાર્યો કુમારપાળને કહ્યું કે આમાંના કેઈ જૈન પાંડવો શત્રુંજય આવ્યા હશે અને બીજા કેઈ પાંડે હિમાલય ઉપર પણ ગયા હશે. એમ પ્રભાવક ચરિત્રમાં હેમાચાર્યના પ્રબંધમાં લખેલું છે. દ્રૌપદીનું આખ્યાન મહાભારતમાં આવે છે અને જૈન પાંડવચરિત્રમાં પણ તેને મૂકેલું છે. આમાંથી કર્યું મૂળ અને કહ્યું મૂળ ઉપરથી આવેલું તે કલ્પવું કઠણ છે. પણ એમ લાગે છે કે ઘણીવાર પ્રસિદ્ધ થયેલી વ્યક્તિઓને દરેક ધર્મવાળા પોતપોતાના ધર્મની વ્યક્તિ તરીકે ગણાવવા પ્રયત્ન કરે છે. બુદ્ધ વેદવિરોધી હોવા છતાં તેમની એટલી બધી પ્રસિદ્ધિ થયેલી કે વૈદિક પરંપરાને તેમને અવતાર તરીકે લેવા જ પડ્યા. તેવી જ રીતે કૃષ્ણને પણ જેનોએ ભવિષ્યના તીર્થકર તરીકે વર્ણવેલા છે. એવી જ બીજી વ્યક્તિઓ જેવી કે રાવણ, રામ વગેરેને બૌદ્ધ સંપ્રદાયમાં બૌહ, અને જૈનસંપ્રદાયમાં જૈન તરીકે બતાવેલી છે. તેવી રીતે આ દ્રોપદીની કથા પણ ઘડાયેલી હોય તેવું અનુમાન કરીએ તો ખોટું લાગતું નથી.
૧૭ ટિપ્પણ
૧ આઈપુરા
આજાનેય–આજનિય-આજબૂ–એક જાતનો ઉત્તમ ઘેડે. આ અધ્યયનમાં ઘેડાના ઉદાહરણથી કથા કહેલી છે માટે તેનું નામ આઈન્ન પડયું છે.
'સંસ્કૃત કેશમાં “કુલીન ઘોડે” એ અર્થમાં આપનેય શબ્દ વપરાયેલો છે. બૌહસાહિત્યમાં તે માટે આ જાનિય અને તેનું વિકૃત રૂપ આજન્મ વપરાયેલાં જોવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org