________________
२२७
અદયયન-૧૯ જબુદીપપ્રજ્ઞપ્તિમાં નીલવંત વર્ષધર પર્વતનું સ્થાન બતાવતાં જણાવ્યું છે કે, મહાવિદેહવર્ષની ઉત્તરે અને રમક વર્ષની દક્ષિણે પૂર્વ લવણસમુદ્રની પૂર્વે જંબુકીપમાં નીલવંત નામને વર્ષધર પર્વત છે. ગાદીએ બેસાડયો
મનુષ્યમાત્રના સંસ્કારે હંમેશાં એક સરખા રહેવા એ ઘણું કઠણ કામ છે. વૈરાગ્યથી મનુષ્ય ગૃહત્યાગ કરીને પ્રવજ્યા લે છે, પણ ઊંડે ઊંડે તેના મનમાં રહેલા ભેગના સંસ્કારોને તે શોધીને દૂર કરી શકતો નથી. તેથી કેટલીક વાર ફરીથી તે ભેગાથી થવાની વાંછા રાખે છે. આ અધ્યયનમાં આવા જ એક રાજપુત્રની કથા આવેલી છે. રાજપુત્ર કંડરીકે પ્રવ્રયા લીધેલી છતાં પાછા તેનામાં ભેગના સંસ્કાર જાગ્યા. તેને પરિણામે તે મોટાભાઈની રાજધાનીમાં આવીને રહેવા લાગ્યો. મેટાભાઈએ તેનું મન કળીને, તેનો સંયમ સચવાય તે માટે, એક બે વાર પોતે મૂર્ણિત છે અને કંડરીક મહાત્યાગી છે એવું તેને કહેલું. તેને પરિણામે તે દાક્ષિણ્યને લીધે ફરી વાર સંયમમાં આવેલ. પણ હવે જ્યારે તે ભોગના સંસ્કારના દબાણથી બહુ વ્યાકુળ થયે, ત્યારે તેણે દાક્ષિણ્ય મૂકીને પિતાના ભાઈને સ્પષ્ટ કહ્યું કે હું ભોગાથી છું. આથી મેટાભાઈ એ તેને ગાદી આપી અને પોતે સંયમ લીધો. આમાં કહેવાનું એટલું જ છે કે સંયમ થયા પછી કોઈ ભેગાથી થયાના પ્રસંગમાં આવી જાય, તો તેના પ્રત્યે ઘણા ન કરતાં, આમાં જે સહૃદયતા બતાવવામાં આવી છે તેવી જે બતાવવામાં આવે, તે ઓછેવત્તે અંશે જરૂર સંયમનું રક્ષણ થઈ શકે છે. નરી ઘણા જ બતાવવામાં આવે, તો પરસ્પર દ્વેષ અને અસંયમ વધારે ફેલાય છે.
આ વિષે હરિભદ્રસૂરિએ જણાવ્યું છે કે, એ પ્રસંગે કાં તો સંયમને વધારે સ્થિર કરાય એવી પ્રવૃત્તિ કરવી અથવા મધ્યસ્થ ભાવ રાખ, પણ અરુચિ કે ઘણુ ઉત્પન્ન ન જ થવા દેવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org