Book Title: Bhagwan Mahavira ni Dharmkathao
Author(s): Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 247
________________ ૨૨૦ ટિપ્પણ સાંભળ્યું કે અરિષ્ટનેમિ તે ઉજજયંત પર્વતમાં નિર્વાણ પામ્યા, એટલે પાંડવો હથ્થકમ્પથી નીકળીને શત્રુંજય તરફ ગયા. અત્યારે કાઠિયાવાડમાં તળાજાની નજીકમાં હાથપ નામનું ગામ છે. તે શત્રુંજયથી બહુ દૂર ન ગણાય. આ હાથ૫ તે હથ્થકપ હોવાનું વધારે બંધ બેસે છે. કારણ કે હથ્થક૫ અને હાથ૫ બંનેમાં ભાષાના વિકાસની દૃષ્ટિએ ઘણું સરખાપણું છે. વળી ગુપ્તવંશીય પ્રથમ ધરસેનના વલભીના દાનપત્રમાં (ઈ. સ. ૫૮૮) હસ્તવ, ઈલાકાનો ઉલ્લેખ આવે છે. એ શિલાલેખના અનુવાદમાં એ હસ્તવપ્રને હાલનું હાથ૫ ગણવામાં આવ્યું છે. (ઈડિયન એન્ટીકવેરી વ. ૬, પા. ૯) હથ્થકપ કે હસ્તવપ્ર બંને શબ્દમાંથી હાથપ નીકળી શકે છે; માટે આ ક૯પના પણ ખોટી હોય તેમ લાગતું નથી. સંભવ છે કે એ સમયે હાથ૫ ઇલાકે પણ હેય. કેટલીક જગાએ આને માટે હથિક૫ શબ્દ પણ વપરાયેલો જોવામાં આવે છે. ૧૭ મા સૈકાના ગદ્યપાંડવચરિત્રમાં દેવવિજયજીએ હસ્તિકલ્પથી રૈવતક બાર એજન હોવાનું લખેલું છે. તેથી પણ એ ઉપર જણાવેલું હાથપ હોય એ વધારે બંધબેસતું છે. ૧૫ઃ ઉજજયંત શૈલ જુઓ રૈવતક ઉપરનું ટિમ્પણ (પા. ૨૦૦). ૧૧ઃ શત્રુંજય પર્વત ઉપર પાંડવ પિતાના અંત સમયે હેમાદ્રિ તરફ ગયા છે એમ મહાભારતમાં લખેલું છે. આ કથામાં પાંડવે સૌરાષ્ટ્રના શત્રુંજય ઉપર આવ્યા એ ઉલ્લેખ છે. મહાભારતના અને જૈનકથાના જુદા જુદા કથનથી પાંડવોએ પોતાનું છેટલું જીવન કયાં વિતાવ્યું અને તે કયે ધર્મ પાળતા હતા તે વિષે રાજા કુમારપાળની સભામાં વાદવિવાદ થયો. તેને ઉત્તર આપતાં આચાર્ય હેમચંદ્ર એક આકાશવાણીને પુરાવો આપતાં કહ્યું છે કે સેંકડો ભીમો થયા છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270