________________
અહચયન-૧૦ ૧૧ઃ જોઈ પણ શકતા નથી
સૂત્રમાં મુનિ સુવ્રત અહંત કપિલ વાસુદેવને કહે છે કે બે ચક્રવર્તીઓ, બે બળદેવો અને બે વાસુદેવે એકબીજાને જોઈ શકતા નથી. આ કથનમાં એમ માની શકીએ કે આ લોકો રાજ્યલુબ્ધ હોવાથી ભેગા થઈને લડે એવો સંભવ હોવાથી તે બે એકબીજાને જોઈ ન શકે તેવું વિધાન કરવામાં આવ્યું હોય; પણ બે અહં તે જેઓ જ્ઞાની અને અકષાયી છે તેઓ બે એકબીજાને શા માટે ન જોઈ શકે? આ વિધાનનું કારણ કાંઈ કળી શકાતું નથી. ૧૨ઃ પાંડમથુરા
જૂના વખતમાં મદુરામાં પાક્ય વંશના રાજાઓનું રાજ્ય હતું. એથી એમ માલૂમ પડે છે કે અહીં જણાવેલી પાંડુમથુરા તે હાલની મદુરા જ હોય. આ સૂત્રમાં લખ્યા પ્રમાણે કૃષ્ણ પાંડવોને દક્ષિણ સમુદ્રને કાંઠે જવાનું કહેલું છે એથી પણ પાંડુમથુરાને મદુરા માનવાનું વધુ કારણ મળે છે. ૧૩ઃ કોપદીની અનુમતિ લઈને
દીક્ષા લેનારાઓની જે હકીકત સૂત્રામાં આવે છે, તેમાં અનુમતિને ઉલ્લેખ તે બધે આવે જ છે, એમ અમે આગળ લખી ગયા છીએ. આ અધ્યયનમાં પાંડવોએ દીક્ષા લીધી તે વખતે તેઓએ દ્રૌપદીની અનુમતિ લીધી છે એમ સ્પષ્ટ જણાવ્યું છે. એટલે માતાપિતાની અનુમતિ લેવા ઉપરાંત સ્ત્રીની અને પુત્રોની અનુમતિ લેવાના ઉલ્લેખો સૂત્રોમાં સ્પષ્ટ આવે છે. ૧૪ઃ હથ્થક,
આ ગામ શત્રુંજયની આસપાસ હોવું જોઈએ એમ પાંડવોના પ્રવાસ ઉપરથી લાગે છે. મૂળમાં લખ્યું છે કે પાંડે પાંડુમથુરાથી નીકળીને બહાર વિહાર કરવા લાગ્યા. ત્યાં તેમણે સાંભળ્યું કે સૌરાષ્ટ્રમાં અરિષ્ટિનેમિ અહંત છે. તેમનાં દર્શનની ઈચ્છાથી તેઓ વિહાર કરતા કરતા હથ્થક૫માં આવ્યા. ત્યાં તેમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org