________________
૨૧૪
ટિપ્પણ ધન્ય સાર્થવાહને સૂત્રમાં જિનાનુયાયી તરીકે વર્ણવે છે. એથી બધા ધર્મોવાળા સાથે તેને કેટલો સમભાવ હશે તે સારી રીતે જણાઈ આવે છે.
૧૬
ટિપ્પણ
૧: અવરકંકા
આ અધ્યયનમાં અવરકંકાને રાજા પદ્મનાભ દ્રૌપદીને લઈ ગયો એ વાત આવતી હોવાથી તેનું નામ અવરકંકા પડયું છે. આ સૂત્રમાં તેનું નામ અમરકંકા અને અપરકંકા પણ લખેલું છે. ૨? એટલા બધા સમૃદ્ધ હતા
સુત્તનિપાતના બ્રાહ્મણધમ્પિકસુત્તમાં લખ્યું છે કે, જૂના કાળના બ્રાહ્મણો તપસ્વી, સંયમી અને કામગરહિત હતા. તે લોકે પાસે પશુ ન હતાં, હિરણ્ય ન હતું, ધન ન હતું. ધનમાં સ્વાધ્યાય અને નિધિમાં બ્રહ્મચર્ય હતાં. તેમનાં આ જાતનાં તપ, ત્યાગ અને સંયમને લીધે મેટાં મોટાં સંપન્ન રાષ્ટ્રો પણ તેમને નમતાં અને એવા હોવાથી જ બ્રાહ્મણે અવધ્ય કહેવાયા. તેઓ ૪૮ વર્ષ બ્રહ્મચારી રહેતા. પણ પાછળથી આ વસ્તુનો વિપર્યાસ થઈ ગયો. એટલે કે તે બ્રાહ્મણો પરિગ્રહી, ભોગી અને યાચક થઈ ગયા. બ્રાહ્મણોની પ્રાચીનકાલિક પ્રતિષ્ઠાને લીધે તેમને દાન મળવા લાગ્યાં અને તેથી જ તેઓ આ દશાને પહોંચી ગયા. આ સૂત્રમાં બ્રાહ્મણોની જે સમૃદ્ધિનું વર્ણન કર્યું છે, તે બ્રાહ્મણત્વના અસ્તકાળનું છે એમ સુત્તનિપાતના વર્ણન ઉપરથી સમજાય છે. ૩: ઉચ્ચ, નીચ અને મધ્ય કુળ
જનભિક્ષુઓ બધાં કુળામાં ભિક્ષા લેવા ફરતા. તેમની દૃષ્ટિ અમુકની ભિક્ષા ખપે અને અમુકની ન ખપે એવી ન હતી. તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org