________________
૨૧:
ટિપ્પણ
કિનારે આવેલું છે. અઢારમા સૈકાના જૈનયાત્રીએ કપિલાની યાત્રા
કરતાં લખે છે કે:
જી હે! અયેાધ્યાથી પશ્ચિમ દિશે, જી હૈ। કપિલપુર છે દાય. છ હૈ। વિમલજન્મભૂમિ જાણજો, છ હે! પિટિયારી વ િ જાય. આમાં કપિલપુર નગરી અયેાધ્યાથી પશ્ચિમ દિશામાં હોવાનું જણાવ્યું છે. ક્કાબાદ જિલ્લામાં આવેલા કાયમગજ થી ઉત્તરપશ્ચિમમાં છ માઈલ ઉપર કપિલા હાય તેમ લાગે છે. ઉપરની કવિતામાં જે પિઢિયારી ( પટયારી)ના ઉલ્લેખ છે, તે કપિલાથી ઉત્તરપશ્ચિમ ૧૮–૧૯ માઈલ ઉપર આવેલું પટિયાલી ગામ છે. જૈનયાત્રીઓએ ત્યાં વિમલનાથનું મંદિર હોવાનું જણાવ્યું છે. મહાભારતમાં ગંગાને કાંઠે આવેલી માંદીની પાસે દ્રુપદનું નગર હેાવાનું જણાવ્યું છે.
૬: દ્રુપદ
મહાભારતમાં દ્રૌપદીના પિતા તરીકે દ્રુપદનું નામ જાણીતું છે પણ તેની સ્ત્રીનું નામ કૌસવી અથવા સૌત્રામણી છે. મહાભારતમાં લખ્યા પ્રમાણે ૌપદી અને ધૃષ્ટઘ્રમ્ન યજ્ઞવેદિકામાંથી મળ્યાં હતાં. દ્રૌપદીના પૂર્વજીવન તરીકે સુષુમાલિકાની જે વાત કહેવામાં આવી છે, તેને કાંઈક મળતી વાત મહાભારતમાં નીચે પ્રમાણે વ્યાસ કહે છેઃ
“ કાઈ એક ઋષિને રૂપવાળાં અને સગુણયુક્ત એવી એક કન્યા હતી. પણ તે પૂષ્કૃત કર્માંથી દુગા ( અભાગણી ) થયેલી હતી, તેથી તેને કાઈ પતિ મળતા ન હતા. પતિ મેળવવા માટે તેણે ઉગ્ર તપ કરીને શંકરને તુષ્ટ કર્યાં. તેણે શંકરને પતિ આપે’ એમ પાંચ વાર કહ્યું હોવાથી શંકરે તેને પાંચ પતિવાળી થવાનું વરદાન આપ્યું અને કહ્યું કે તું દ્રુપદને ધેર દિવ્ય રૂપવાળી કન્યા થઇ તે અવતરીશ.'
<
આ વાતને ખીજી રીતે પશુ વ્યાસે નીચે પ્રમાણે કહી છેઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org