________________
જયચન-૫
૧૯ નથી. શબ્દ ઉપરથી સીધે વિચાર કરીએ તો મતંગ શબ્દ સહેલાઈથી નીપજી શકે છે.
સંભવિત છે કે મતંગ નામે કઈ ઋષિ ત્યાં રહેતા હોય અને તે ઉપરથી તે ધરાનું નામ મતંગતીરદ્રહ પડયું હેય.
આવશ્યકર્ણિમાં મૃતગંગા વિષે નીચે પ્રમાણે હકીકત નેંધેલી છે. “જ્યાં સમુદ્રમાં ગંગા મળે છે ત્યાં વર્ષે વર્ષે એને માર્ગ બદલાયા કરે છે. ગંગાનું જે મુખ ઘણું જૂનું થઈ ગયું હોય છે તેને મૃતગંગા કહેવામાં આવે છે.” ૪ઃ વિગઈએ
દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, મધ, મધ્ય અને માંસ આ નવ પદાર્થ વિકારજનક હોવાથી તેમને વિકૃતિ કહેવામાં આવે છે.
ટિપ્પણ ૧: સેલગ
આ અધ્યયનમાં સેલગ રાજાષની વાત છે માટે તેનું નામ સેલગ પડયું છે. ૨૧ દ્વારિકા
દ્વારિકા સૌરાષ્ટ્રનું મુખ્ય શહેર હતું એમ પન્નવણું સૂત્રમાં કહેલું છે. આ દ્વારિકા અત્યારે સમુદ્રકાંઠે જે દ્વારિકા છે તે નથી, પણ ગિરનાર (રૈવતક) પાસેની દ્વારિકા છે. મહાભારતમાં લખ્યા પ્રમાણે જરાસંધના દબાણથી કૃષ્ણ મથુરાં છોડ્યું અને રૈવતક પર્વત પાસેની કુશસ્થલીને સ્થાને બહારવાળી દ્વારિકા વસાવી. આ સ્પષ્ટ ઉલ્લેખ સભાપર્વના ૧૪ મા અધ્યાયમાં છે. આ સૂત્રમાં પણ રૈવતકને દ્વારિકાની બહાર ઉત્તરપૂર્વની દિશામાં આવેલ વર્ણવેલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org