________________
પર
અદયયન-૧૩ ૨ઃ ચાતુર્યામ ધામ
પાર્શ્વનાથના સમયમાં ચાતુર્યામ (ચાર મહાવતવાળા) ધર્મ હતો. તે આ પ્રમાણે – સર્વ પ્રકારની હિંસાને ત્યાગ, સર્વ પ્રકારના અસત્યને, ત્યાગ, સર્વ પ્રકારના ચૌર્યને ત્યાગ, અને સર્વ પ્રકારના પરિગ્રહને ત્યાગ. અહીં પરિગ્રહના ત્યાગમાં સ્ત્રીને ત્યાગ (બ્રહ્મચર્ય) આવી જ જાય છે. પણ જડ અને વદ શ્રમણે આ જાતને અંતભવ સ્પષ્ટ રીતે સમજી શકે તેમ ન હોવાથી ભગવાન મહાવીરે પંચયામનો ઉપદેશ કરીને બ્રહ્મચર્યનું ખાસ સ્પષ્ટ શબ્દોમાં વિધાન કર્યું.
ટિપ્પણ
આ અધ્યયનમાં નંદ મણિયારના મંડુક્ક (દેડકા) ના જન્મની વાત આવે છે માટે તેનું નામ મંડુકક પડયું છે. ૨સેળ રેગે
આચારાંગના છઠ્ઠા અધ્યયનમાં – કંઠમાળ, કઢ, ક્ષય, અપસ્માર, નેત્રરોગ, જડતા, હીનાંગાણું, કૂબડાપણું, ઉદરરોગ, મૂકપણું, શરીરનું સૂર્ણ જવું, ભસ્મક રોગ, કંપવા, પીઠ વાંકી વળી જવી, શ્લીપદ અને મધુમેહ – આ પ્રમાણે સોળ રેગો ગણાવ્યા છે. અને જ્ઞાતામાં કરેલી રગેની ગણના કરતાં આચારાંગની ગણના વધારે વાજબી લાગે છે. કારણ કે જ્ઞાતાની ગણનામાં કેટલાક રોગ એ ને એ ફરી આવે છે. ૩: અનુવાસના
ચર્મયંત્રના પ્રયોગ દ્વારા અપાન વડે જઠરમાં કોઈ પ્રકારનાં તેને પ્રવેશ કરાવો. “એનીમા લેવો તે. ૪ઃ નિરુહ
એક પ્રકારની અનુવાસના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org