________________
ટિપ્પણ અંશ ઉપરથી આખી વસ્તુનું આબેહૂબ ચિત્ર દેરી શકે તેવી શક્તિવાળો હતો. તેણે પડદામાં રહેલી મહિને કઈ રીતે અંગુઠો જોઈ લીધે. તે ઉપરથી તેણે ચિત્ર સભામાં મલિનું આખું રૂપ આબેહૂબ ચીતરી દીધું. એક વાર તે રાજકુમાર પિતાની અંબધાત્રી સાથે એ સભામાં ચિત્રો જેવા આવ્યું. ચિત્રો જોતાં જોતાં સાથે મલિ ઊભી છે એમ માનીને પાછો હઠયા. અંધાત્રીએ તેનું કારણ પૂછતાં તેણે જણુવ્યું કે “હે મા ! મારી મોટી બેન, જે મારી ગુરુદેવ જેવી છે તેણે મારી ચિત્રસભામાં શા માટે આવવું જોઈએ?” માતાએ ખુલાસે કર્યો કે “બેટા? એ મદ્ધિ નથી; મદ્ધિનું ચિત્ર છે.” એ સાંભળીને ગુસ્સે થયેલા તેણે ચિતારાઓને લાવ્યા અને મલિનું ચિત્ર દોરનાર ચિતારાને જાનથી મારવાનો હુકમ કર્યો. ચિતારાઓએ વિનતિ કરી કે એ ચિતારાએ મલ્લિને જોઈ નથી. પણ તેની પાસે એવી શક્તિ છે કે તે એકાદ અવયવ જોઈને પણ આખું ચિત્ર આબેહૂબ દેરી શકે છે, તેથી તેણે મહિને માત્ર અંગૂઠે જોઈને આ ચિત્ર દોર્યું છે. એટલે તેમાં આ ચિતાર ઉપર કે મલ્લિ ઉપર શંકા લાવવાની જરૂર નથી. માટે તેને મારવાનો હુકમ કરવાને બદલે બીજે કઈ હુકમ કરો. આ સાંભળીને મદિને તે ચિતારાનાં પીંછી વગેરે સાધને બંગાવી નાખીને તેને હદપાર કર્યો. હદપાર થયેલ તે પિતાને સામાન લઈને કુરુ જનપદના હસ્તિનાપુરમાં આવ્યો. ત્યાં તેના રાજા પાસે સલામે જતાં, પિતાની હદપારીનું કારણ તેણે જણાવ્યું અને તેમ કરતાં સાથે આણેલું મલિનું ચિત્રપટ પણ તેની સામે રજૂ કર્યું. તથા કહ્યું કે આ ચિત્ર તો મલ્લિના અસલ રૂ૫ પાસે કાંઈ જ નથી. ૮ઃ તાપસી પાસેથી
એક વાર ચોખ્ખા તાપસી ફરતી ફરતી મિથિલામાં આવી. મલિ અને તેની વચ્ચે તાપસીના શૌચમૂલક ધર્મ વિષે ચર્ચા થઈ. તાપસી નિરુત્તર થઈ ગઈ. તેથી તેને મલ્લિ ઉપર રીસ ચડી. તેણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org