________________
૧૧૦
ધમકથાએ તે વૃક્ષેની છાયામાં વિસામો લે નહિ કે તેમનું ફળફલ ચાખવું નહિ.”
આ ઘાષણ તેણે આબાળવૃદ્ધને પહોંચે તેવી રીતે બે ત્રણવાર કરાવી અને તેનું પાલન થાય તે માટે પોતાનાં માણસ મારફત બરાબર ચોકસાઈ રખાવી.
પરંતુ સાર્થના કેટલાંય માણસો ધન્યની આ ઘોષણ તરફ લક્ષ્ય ન રાખીને તે વૃક્ષની છાયા અને ફળફૂલેથી આકર્ષાઈ અકાળ મૃત્યુ પામ્યાં. પરંતુ જેઓએ તે ઘોષણને ધ્યાનમાં રાખી, તેઓ તે ઝાડોથી દૂર જ રહ્યાં.
એ રીતે પ્રવાસ કરતે ધન્ય અહિચ્છત્રા આવી પહોંચે તથા મેટું નજરાણું લઈને રાજાને મળ્યા. રાજાએ તેના કરિયાણાની જકાત માફ કરવાનો હુકમ કર્યો. ધન્ય ત્યાં સર્વ વેપાર પૂરે કરીને, પાછાં તે દેશનાં કરિયાણુઓથી પિતાનાં ગાડાં ભરીને સુખે સુખે ચંપામાં આવી પહોંચે.
એક વાર તે નગરીમાં કેટલાક સંતસ્થવિરો આવ્યા. પરિપકવ વયના અને અનુભવી ધન્ય તેમની પાસે ધર્મપ્રવચન સાંભળ્યું. તેથી તેની ભેગાકાંક્ષા અને ધનપાર્જનની વૃત્તિ શમી. તે પોતાના મોટા પુત્રને બધે કારભાર સંપી, કુટુંબની અનુમતિ લઈ, તે સ્થવિરોને અંતેવાસી થયો.
ત્યાર બાદ તે ધન્ય શ્રમણ પિતાના સુખભેગના જૂના સંસ્કારો તેડવા માટે ઉગ્ર સંયમ અને તપ આચરવા લાગે, પ્રાણું માત્ર પ્રત્યે સમભાવ અનુભવાય તેવું સાત્વિક જીવન ગાળવા લાગે, પોતાની શારીરિક હાજતો માટે કોઈને જરા પણ ત્રાસ ન થાય તેવી કાળજી રાખવા લાગ્યા અને ઉઠતાં, બેસતાં, ખાતાં, પીતાં, સૂતાં અને જાગતાં અહિંસા તથા સત્યનું જ મનન અને આચરણ કરવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org