________________
અદયયન-૧
૧૮૮૧ પછી જાગરિકા, નામકરણ, પરંગામણ (ઘૂંટણે ચાલવું), ચંક્રમણ, જેમામણ, પિંડવર્ધન (આહાર વધારવો). પજાપાવણ (પ્રજલ્પન), કર્ણવેધ, સંવત્સર,તિલેખ (વર્ષગ્રંથીકરણ–વરસગાંઠ), ચેલેયણ (ચૂડાકર્મ), ઉપનયન, કલાગ્રાહણ વગેરે ગર્ભાધાનથી માંડીને બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
ભગવાન મહાવીરના જન્મ પ્રસંગે પહેલે દિવસે સ્થિતિ પતિતા, ત્રીજે દિવસે ચંદ્રસૂર્યદર્શન, છ દિવસે ધર્મજાગરિકા, અગિયારમે દિવસે સૂતક કાઢ્યા બાદ બારમે દિવસે નામકરણ (કલ્પસૂત્ર મૂળ) અને પછી આવશ્યકમાં લખ્યા પ્રમાણે ૮ વર્ષથી વધારે વયના જાણુને ઉપનય કરે છે.
મૂળમાં આ પ્રવૃત્તિને સંસ્કાર શબ્દથી જણાવી નથી. પણ એ સંસ્કારે જ છે એ વિષે કંઈ શંકા નથી. કારણ કે વૈદિક પરંપરામાં સંસ્કારેનો જે કમ મળે છે તેને જ મળતો જૈન સૂનો આ કમ છે. ગર્ભાધાન, પુંસવન, અનવલેભન, સીમંતોન્નયન, જાતકર્મ (પહેલે દિવસે), નામકરણ, પ્રખારેહણ, દુધ પાન, તાંબુલભક્ષણ, નિષ્ઠમણું, ચંદ્રસૂર્યદર્શન, કટીસૂત્રબંધન, કર્ણવેધ, અંકુરાર્પણ, અન્નપ્રાશન, અબ્દપૂર્તિકૃત્ય (સંવત્સરપ્રતિલેખ), ચૂડાકરણ, વિદ્યારંભ, ઉપનય વગેરે. આ જાતને સંસ્કારને ક્રમ વીરમિત્રાદયના સંસ્કારપ્રકાશમાં જૂની સ્મૃતિઓને આધાર આપીને બતાવેલ છે.
સંસ્કાર અને તેમની વિધિ વિષે પ્રાચીન જૈન સાહિત્યમાં કશુંય જણાવ્યું નથી. છતાં જૈન કુટુંબમાં જન્મેલા મેવકુમાર, મહાવીર વગેરેને વૈદિક સંપ્રદાયના એ પ્રસિદ્ધ સંસ્કાર કરવામાં આવેલા એમ તે તે ઉલ્લેખો ઉપરથી માલૂમ પડે છે. બુદ્ધને પણ જાતકમ અને નામકરણ સંસ્કાર થયાનો ઉલ્લેખ બુધેષ પોતાના બુદ્ધચરિતમાં કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org