________________
૧૭: ઘોડાએ
૧૪ તેમની સાથે વીણા, વલ્લકી, ભ્રામરી, કચ્છપી, ભંભા, પભ્રામરી વગેરે વીણા અને શ્રોત્રંદ્રિયને ઉત્તેજક બીજાં વાદ્યોનાં ગાડાં મોકલ્યાં, ચક્ષુરિંદ્રિયને ઉત્તેજક અનેક પ્રકારની રંગબેરંગી બનાવટે તથા એવા જ ગૂંથેí, ભરેલા અને મઢેલા અનેક પ્રકારના દેખાવનાં ગાડાં મેકલ્યાં; ધ્રાણેન્દ્રિયને ઉત્તેજક એવા સુગંધી કષ્ટ, તમાલપત્ર જેવાં સુગંધી પત્ર, ચુવા, તગર, એલચી, હિર, ચંદન, કુંકુમ, ઊષીર, ચંપક, મરુઆ, દમણુક, જાઈ, જૂઈ, મલ્લિકા, નવમલ્લિકા, વાસંતિકા, કેતકી, કપૂર અને પાટલના પુટેનાં ગાડાં મોકલ્યાં; સ્વાદેંદ્રિયને તૃપ્ત કરનાર ખાંડ, ગેળ, સાકર, મડિકા, પુષ્પોત્તર પોત્તર વગેરે સ્વાદુ પદાર્થોનાં ગાડાં મેકલ્યાં, સ્પશે કિચને ઉત્તેજક અનેક પ્રકારનાં સુંવાળા સ્પર્શવાળાં કે વય, કંબલ, પ્રાવરણ, નવતય, મલય અને મસૂરનાં વસ્ત્રો તથા અનેક પ્રકારના સુંવાળા પથ્થરો વગેરેનાં ગાડાં મેકલ્યાં તથા લાકડા, ઘાસ, પાણી, ચોખા, ઘઉને લેટ, અને ગેરસ વગેરે મુસાફરીને યોગ્ય પદાર્થોનાં ગાડાં મોકલ્યાં.
આ બધા પદાર્થો તેમણે હોડીઓ દ્વારા વહાણમાં ભર્યા અને ઘેડા લેવા તેઓ કાલિદ્વીપ તરફ ઊપડ્યા. ત્યાં પહોંચીને એ ઘોડાઓ જ્યાં જ્યાં બેસતા, સૂતા, ઊભા રહેતા અને આળોટતા ત્યાં ત્યાં જઈને તેમને આકર્ષવા તે રાજપુરુષેએ વીણાઓ વગેરે વગાડવી શરૂ કરી તથા તે દરેક ઠેકાણે પેલા આંખને ગમે તેવા દેખાવના પદાર્થો, નાકને ગમે તેવા સુગંધી પદાર્થો, ખાંડ વગેરે સ્વાદુ વસ્તુઓ અને મલય, મસૂર વગેરે સુંવાળા પદાર્થો ગેઠવી દીધા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org