________________
૧૮: સુસુમા
તે વખતે ભગવાન મહાવીર રાજગૃહના ગુરુશિલ ચૈત્યમાં આવીને ઊતર્યા હતા. ધન્ય સાથ વાહે તેમનું ધર્મપ્રવચન સાંભળ્યું. તેથી તે પેાતાની ચિત્તશુદ્ધિ માટે, ચિત્તના વિકાસ દૂર કરવા માટે, કામ, ક્રોધ અને લાભના સંસ્કારે છાંડવા માટે, અને સર્વભૂતદયાને કેળવવા માટે પ્રવ્રુજિત થઈ તેમને સહચારી થઈ ને રહ્યો, અગિયાર અગા ભણ્યા, અને ઉગ્રસયમ તથા તપથી આત્માને વાસિત કરતા વિહરવા લાગ્યા. વખત જતાં કાળ કરીને તે દૈવયેાનિમાં ગયા અને ત્યાંથી મહાવિદેહવાસ પામીને તે સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થશે.
“હું જંબુ ! જેમ ધન્ય સાથ વાહે શરીરનાં વણુ, રૂપ, અળ અને વિષય વધારવા સંસુમાનું લેાહીમાંસ ખાધું ન હતું, પરંતુ માત્ર જીવતા રાજગૃહ પહોંચી, ધર્મારાધન કરવા જ તેના ઉપયાગ કર્યો હતેા, તે જ પ્રમાણે આપણાં નિગ્રંથ નિગ્રંથીએ આ ગંદા શરીરનાં વણુ, રૂપ, મળ અને વિષય વધારવા આહાર ન કરે, પણ નિર્વાણુના માર્ગ માં શરીર સહાયક છે એમ સમજીને તેને ટકાવી રાખવા માટે જ કરે
“ આ રીતે વનારાં નિગ્રંથ નિગ્રંથીઓ વન્દ્વનીય અને પૂજનીય થશે તથા ભવસાગરના પાર પામશે.
૧૪૯
“ એ પ્રમાણે હું જંબુ ! આ અઢારમા અધ્યયનમાં શ્રમણે અને શ્રમણીઓને આહાર કરવાના ઉદ્દેશ ભગવાન મહાવીરે ધન્યના ઉદાહરણથી સ્પષ્ટ રીતે સમજાવ્યેા છે; તે મે તને કહ્યું.” એમ આ સુધર્મા મેલ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org