________________
૧૬ કાલી આ બધા વર્ગોમાં માતપિતાનાં નામ અગ્રમહિષીઓનાં નામ ઉપરથી જ સમજવાં. જેમકે ઇલાને પિતા છેલગ્રહપતિ અને માતાનું નામ ઇલશ્રી.
નવમા વર્ગમાં આઠ અધ્યયન છે. તેમાં (૧) પદ્મા (૨) શિવા (૩) સતી (૪) અંજૂ (૫) રહિણી (૬) નવમિકા (૭) અચલા (૮) અપ્સરા -નામની આઠ શક ઇંદ્રની અમહિષીઓ ગણવી અને નિવાસસ્થાન નીચે પ્રમાણે સમજવાં પહેલી બે શ્રાવસ્તીની, બીજી બે હસ્તિનાપુરની, ત્રીજી બે કંપિલપુરની અને ચોથી બે સાકેતપુરની: પિતાનું નામ પદ્મ અને માતાનું નામ વિજયા બધાંનું જ ગણવું અને બાકી બધું કાલીની કથા પ્રમાણે સમજવું.
દશમા વર્ગમાં આઠ અધ્યયન છે. તેમાં (૧) કૃષ્ણા (૨) કૃષ્ણરાજ (૩) રામા (૪) રામરક્ષિતા (૫) વસુકા (૬) વસુગુપ્તા (૭) વસુમિત્રા (૮) વસુંધરા નામની આઠ ઈશાન ઇંદ્રની અગ્રમહિષીઓ ગણવી અને નિવાસસ્થાન નીચે પ્રમાણે સમજવાં. પહેલી બે વારાણસીની, બીજી બે રાજગૃહની, ત્રીજી બે શ્રાવસ્તીની અને ચેથી બે કૌશાંબીની. બાકી બધું કાલીની કથા પ્રમાણે સમજવું. પિતાનું નામ રામ અને માતાનું નામ ધર્મા બધાંનું જ ગણવું.
એ પ્રમાણે હે જખુ ! શ્રમણભગવાન મહાવીરે ધર્મકથાને આ શ્રુતસ્કંધ કહ્યો છે.”
સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org