________________
ટિપણે આખ્યાયિકપાખ્યાયિકાઓ છે.” આ રીતે બધી મળી તેમાં ૩ કરેડ કથાઓ અને પાંચ લાખ ૭૬૦૦૦ પદો હોવાનું જણાવ્યું છે.
દિગંબરે તેમાં માત્ર અનેક પ્રકારનાં આખ્યાનો ઉપાખ્યાને હોવાનું કહે છે અને તેનાં પદોની સંખ્યા પાંચ લાખ, ૫૬૦૦૦ જણાવે છે.
વ્યાકરણમાં જેને છેડે વિભક્તિ હોય તેને પદ કહેવામાં આવે છે. સાહિત્યમાં સામાન્ય રીતે આ પદને જ વ્યવહાર થાય છે. જનસત્રોમાં જે પદોની સંખ્યા બતાવી છે તે પદનું સ્વરૂપ આ પદથી કંઈક જુદા પ્રકારનું લાગે છે. કર્મગ્રંથનો ટીકાકાર કહે છે કે છે જ્યાં અર્થ પૂરો થાય તે પદ એમ કહેવામાં આવ્યું છે.” નંદીનો ટીકાકાર મલયગિરિ લખે છે કે –
ચત્ર વિદિ તત્ત ઘર એટલે કે જે અર્થવાળું તે પદ.” અનુયોગદારત્રમાં વ્યાખ્યાનું સ્વરૂપ બતાવતાં સંહિતા, પદ, પદાર્થ, પવિગ્રહ, ચાલશું. અને પ્રસિદ્ધિ એમ વ્યાખ્યાનાં અંગો બતાવ્યાં છે. તેમાં પદ વિષે લખતાં તેને ટીકાકાર માલધારી હેમચંદ્ર વ્યાકરણુપ્રસિદ્ધ પદને જ પદ તરીકે જણાવે છે.
म. करोमि इति एकं पदम्। भदन्त इति द्वितीयं पदम् । રામામ્ સિ તૃણચ જવા વળી નંદીને ટીકાકાર બીજે સ્થળે પદ વિષે લખતાં ચૂર્ણ કારનું પ્રમાણ આપીને જણાવે છે કે ઉપસર્ગાપદ, નિપાતપદ, નામપદ, ક્રિયાપદ અને મિશ્રપદ એમ પાંચ પ્રકારનાં પદો છે. એ પદને આશ્રીને સૂત્રોનાં પદો ગણવાનાં છે અથવા સૂત્રોને આ આલાપક એ એક પદ છે અને તે પદની અપેક્ષાએ સૂત્રનાં પદો સમજવાં.” આ બીજ પદોની અપેક્ષા લઈએ ત્યારે સૂત્રમાં લાખો પદો નહિ થઈ શકે પણ હજારો થશે. આ રીતે પદની જુદી જુદી વ્યાખ્યા અનેક સ્થળે મળે છે. કેટલીક જગાએ એમ પણ લખેલું છે કે સંપ્રદાયની પરંપરા નષ્ટ થઈ જવાથી પદનું ખરું પ્રમાણ મળી શકતું નથી. અને આમ પણ લખેલું છે કે એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org