________________
૧૫૯
૧ઃ કાલી નામે સ્ત્રી તથા ઉમરે મોટી, શરીરે જીર્ણ અને કેઈવરને પસંદ ન પડે તેવી કાળી નામે એક પુત્રી હતી.
તે વખતે આમલકલ્પાના આશ્રશાળ વનમાં પાશ્વત્ર નાથ અહંત આવીને ઊતર્યા હતા. માતાપિતાની રજા લઈને તે કાળી નાહીધોઈ, ચેખી થઈ, શુદ્ધ વસ્ત્રો પહેરી, પિતાના પરિવાર સાથે પાર્શ્વનાથ અહંતને વંદન કરવા ગઈ પાર્શ્વનાથ અહંતનું પ્રવચન સાંભળી તેને તેમાં શ્રદ્ધા થઈ, રુચિ થઈ અને તેણે ભગવાનને કહ્યું – “હું મારાં માતાપિતાને પૂછીને વિષયવિલાસે છાંડી તમારી પાસે સંયમનું વ્રત લેવા ઈચ્છું છું.”
ત્યાંથી પાછી ફરી પિતાનાં માતાપિતાને તેણે પિતાને વિચાર જણા અને કહ્યું કે જો તમે અનુમતિ આપે તો હું મારે સંકલ્પ સિદ્ધ કરું.
ગાથાપતિ કાળાએ તે પ્રસંગે મિત્ર, જ્ઞાતિ અને સગાંસંબંધીઓને મેટું ભેજન આપ્યું અને તે તથા તેની સ્ત્રી પોતાની પુત્રી કાળીને લઈને પાર્શ્વનાથ અહંત પાસે આવ્યાં તથા તેમને વિનંતિ કરી કહેવા લાગ્યાં કે, “હે દેવાનુપ્રિય ! આ દીકરી અમને વહાલી છે. તે તમારા ઉપદેશથી સંસાર તરફ ઉદ્વેગ પામી છે અને તમારી અંતેવાસિની થવા ઈચ્છે છે. તો હે દેવાનુપ્રિય! અમે આપને આ શિષ્યાની ભિક્ષા આપીએ છીએ તે તમે સ્વીકારે.”
ભગવાને આ સાંભળી તેને સ્વીકાર કર્યો. હવે કાળી કુમારી પિતાનાં આભરણવસ્ત્ર છાંડી કેશકુંચન કરી, પાર્શ્વનાથ અહંતની પાસે આવીને કહેવા લાગી :- “હે ભગવન ! આ સંસાર સળગેલે છે, એમાંથી મારે નિસ્તાર કરે.”
ઇરછે છે કે પામી છે. છે. તે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org