________________
૧૯
પુંડરીક
[પુંડરીયણાય૧] શ્રમણભગવાન મહાવીરે કહેલે નાયાધમકહાના અઢારમા અધ્યયનનો અર્થ જાણ્યો; તે હવે તેના ૧૯મા અધ્યયનને શું અર્થ છે તે જણાવે, એમ આર્ય જંબુએ પિતાના ગુરુ આર્ય સુધર્માને કહ્યું.
આર્ય સુધમ બેલ્યા :–
જબુદ્વીપના પૂર્વ વિદેહમાં, સીતા મહાનદીને ઉત્તર કાંઠે, નીલવંત પર્વતની દક્ષિણે, ઉત્તર તરફના સીતામુખ વનખંડની પશ્ચિમે અને એકશેલકવખાર પર્વતની પૂર્વે પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિણી નગરીનો મહાપદ્મ નામે રાજા હતો. તેને પદ્માવતી નામે રાણું અને પુંડરીક તથા કંડરીક નામે બે પુત્રો હતા. તેઓમાં પુંડરીક યુવરાજ હતે.
તે વખતે પાંચસો અનગારો સાથે ગામેગામ ફરતા તથા તપ અને સંયમથી આત્માને વાસિત કરતા ધર્મઘોષ નામે સ્થવિર ત્યાંના નલિનીવન નામે ઉદ્યાનમાં આવીને ઊતર્યા.
તેમનું ધર્મપ્રવચન સાંભળીને વિષયવિલાસોથી થાકી ગયેલો રાજા મહાપદ્મ પોતાના પુત્ર પુંડરીકને રાજગાદી આપીને તથા કંડરીકને યુવરાજ કરીને તેમને અંતેવાસી થયો.
અનગાર મહાપદ્મ સ્થવિરેની પાસે ચોદે પૂર્વેનું અધ્યયન કર્યું અને પછી તે જનપદવિહારે વિહરવા લાગ્યું.
૧૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org