________________
૧૭: ઘેડાએ
૧૪૩ જે મનુષ્ય ધ્રાણેદ્રિયને આધીન થઈ અનેક પ્રકારના સુગમાં આસક્ત થાય છે, તેઓ મદારીના હાથમાં સપડાયેલા સાપની પેઠે અત્યંત કઠેર વધબંધ પામે છે.
જે માણસે સ્વાદેદ્રિયને વશ થઈ અનેક પ્રકારનાં લિજજતદાર ખાનપાનમાં વૃદ્ધ બને છે, તેઓ ગલ ગળેલા મસ્યની પેઠે તરફડીને મરણ પામે છે.
જે મનુષ્ય સ્પશે દ્રિયને વશ ન કરતાં અનેક જાતના સ્પર્શોથી લલચાય છે, તેઓ અંકુશથી વીંધાતા હાથીની પેઠે પરાધીન થઈને મહાદના પામે છે.
- શ્રમણે મધુર કે અમધુર શબ્દને કાનમાં પ્રવેશ કરતા અટકાવવા કાનમાં પુમડાં ન નાખતાં સમભાવ કેળવવાને પ્રયત્ન કરો.
શ્રમણે સારા કે નઠારાં રૂપે પોતાની આંખો સામે આવતાં તે આંખો ઉપર દ્વેષ કરવાને બદલે સમભાવ કેળવવાનો પ્રયત્ન કરે.
શ્રમણે સુગંધ કે દુર્ગધનાં અણુઓ નાક પાસે આવતાં નાક ચડાવવાને બદલે સમભાવ કેળવવાના પ્રયત્ન કરે. - શ્રમણે જીભ ઉપર સારા કે નરસા સે આવતાં મેં મરડવાને બદલે સમભાવ કેળવવાનો પ્રયત્ન કરો.
શ્રમણે શરીરને સારા કે નરસા સ્પર્શને પ્રસંગ પડે ત્યારે હષ્ટ કે તુષ્ટ ન થતાં સમભાવ કેળવવા પ્રયત્ન કરો .
“હે જબુ! એ પ્રમાણે આ સત્તરમા અધ્યયનમાં અધના ઉદાહરણ દ્વારા ભગવાન મહાવીરે આપણને સમભાવ કેળવવાની શિક્ષા આપી છે તે મેં તને કહી.” એમ આર્ય સુધમાં બેલ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org