________________
૧૬: અપરકા નગરી
ગણિકાની પેઠે જ પાંચ જણુથી સેવાતી અને સુખભાગ ભાગવતી થાઉં.
હવે તે તેને કામસંસ્કારોના ઉદયથી પેાતે સ્વીકારેલા શ્રમણીપણા ઉપર પણ ઘૃણા આવવા લાગી. તે વારંવાર પેાતાના હાથ, પગ, માથુ, માઢું, સ્તન, કક્ષા અને ગુહ્યાંગાને ધેાતી; તથા બેસવાના, સૂવાના અને સ્વાધ્યાય કરવાના સ્થાને પહેલાં પાણી છાંટ્યા વિના પગ પણ ન મૂકતી.
૧૧
ગુરુણીએ તેને કહ્યું:“ હે દેવાનુપ્રિયે ! આપણે સંયમશીલ બ્રહ્મચારિણી છીએ, માટે તમારે આમ કરવું ન ક૨ે. તમે એ વિષે વિચાર કરો અને પ્રાયશ્ચિત્ત લઈ ને શુદ્ધ થાઓ.”
પશુ સુકુમાલિકાએ ગુરુણીનું કહેવું ધ્યાન ઉપર ન લીધું અને અંતે તે શ્રમણીવમાં તિરસ્કાર અને નિંદા પામી. એક વાર તેને વિચાર આવ્યા કે જ્યારે હું શ્રાવિકા હતી ત્યારે સ્વતંત્ર હતી. તે વખતે આ બધી શ્રમણીએ મારી પ્રશંસા કરતી અને મારે! આદર કરતી. હવે હું જ્યારે મુંડ થઈને પ્રજિત થઈ છું, ત્યારે પરવશ હોવાને લીધે આ શ્રમણીએ મારું અપમાન કરી મારે તિરસ્કાર કરે છે. માટે આવતીકાલે જ સવારના અહીંથી નીકળી આ લેાકેાથી અળગી થઈને હું જુદા ઉપાશ્રયમાં રહીશ.
સુકુમાલિકા સ્વછંદી હતી તેથી તેને કાઈ એ અટકાવી નહિ. એટલે તે જુદા ઉપાશ્રયમાં જઈને નિરંકુશપણે રહેવા લાગી. ત્યાં તે પેાતાનાં સંયમ અને શીલમાં ઘણી પાછી પડી. અને એ રીતે કેટલેાક વખત પસાર થયા. માદ, કાળધમ પામી, તે ઈશાનકલ્પમાં ઘણા લાંબા આયુષ્યવાળી સુકુમાલિકા નામની દેવી થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org