________________
૧૩૪
ધર્મકથાએ છે એ નહિ જાણેલું? હજુ પણ તું આમ કરઃ નાહી, ભીને કપડે, વસ્ત્રના છેડા છૂટા રાખી, અંત:પુર સાથે ઉત્તમ નજરાણાં લઈ, મને આગળ કરીને તું કૃષ્ણને શરણે જા. કારણ કે ઉત્તમ પુરુષો હંમેશાં શરણે આવેલા ઉપર કૃપાવંત હેાય છે.”
પદ્મનાભે દ્રૌપદીના કહ્યા પ્રમાણે જઈને કૃષ્ણને દ્રૌપદી પાછી મેંપી કૃષ્ણ પદ્મનાભને ઠપકે આપતાં કહ્યું કે, “હે પદ્મનાભ! મારી બેન દ્રોપદીને અહીં લાવતાં તેં નહિ જાણેલું કે તે મૃત્યુ જ નેતયું હતું? છતાં હવે તારે મારાથી બીવાનું કારણ નથી.”
એમ કહી કૃષ્ણ પદ્મનાભને પોતાની રાજધાનીમાં પાછા જવાની રજા આપી; તથા પોતે દ્રૌપદીને સાથે લઈને પાંડ પાસે આવ્યા. એ બધા, ત્યારબાદ, લવણસમુદ્રની વચ્ચે થઈને જંબુદ્વીપના ભરતમાં પાછા જવા નીકળ્યા.
એ વખતે ધાતકીખંડદ્વીપના પૂર્વાર્ધ ભારતમાં ચંપાનો રાજા કપિલ નામે વાસુદેવ હતો. એકવાર એ ચંપામાં મુનિસુવ્રત અહંત ફરતા આવીને ત્યાંના પૂણભદ્ર ચિત્યમાં ઊતર્યા.
જે વખતે કૃષ્ણ વાસુદેવે અપરકંકામાં પિતાને પાંચજન્ય શંખ ફૂંક્યો, તે વખતે આ કપિલ વાસુદેવ મુનિસુવ્રત અહંતની પાસે ધર્મપ્રવચન સાંભળતો હતો. તેણે તે શંખનાદ સાંભળે એટલે તેને વિચાર થયે કે ધાતકીખંડના ભારતમાં મારા જેવા કે વાસુદેવ થયે કે શું? આ શંખને શબ્દ વાસુદેવ સિવાય બીજા કેઈન હોઈ શકે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org