________________
૧૧ : અપરકકા નગરી
૧૩૫ પણ તેની શંકાનું નિરાકરણ કરતાં મુનિસુવ્રત અહં તે કહ્યું કે એ શબ્દ તો અપરકંકાના રાજા પદ્મનાભના પંજામાં સપડાયેલી પાંચ પાંડવોની ભાર્યા દ્રૌપદીને છોડાવવા આવેલા દ્વારિકાના વાસુદેવ કૃષ્ણના શંખને છે. તારા જે બીજે વાસુદેવ અહીં ઊભે થર્યો નથી. એક સાથે એક જ ક્ષેત્રમાં બે વાસુદેવ કદી થતા પણ નથી અને એક બીજાને જોઈ પણ શકતા નથી. તે પણ તું લવણસમુદ્રની વચ્ચે થઈને પસાર થતા કૃષ્ણ વાસુદેવના રથના ધજાગરાને જોઈ શકીશ.
કપિલ વાસુદેવ, મુનિસુવ્રત અહંતને પ્રણામ કરી, હસ્તી ઉપર બેસી લવણસમુદ્રના વેલાકૂળે (કિનારે) આવ્યું અને ફરથી કૃષ્ણ વાસુદેવના ધજાગરાને જોઈને તેણે પિતાને શંખ વગાડ્યો. આ રીતે બંને પોતપોતાના શંખના શબ્દદ્વારા માન્યા.
કપિલ વાસુદેવે અપરકંકાના રાજા પદ્મનાભને, દ્રોપદીને સતાવવા બદલ ઠપકો આપે અને તેને દેશવટે આપી તેની જગાએ તેના પુત્રને અપરકંકાની ગાદીએ બેસાડ્યો.
પાંડ અને વાસુદેવ મુસાફરી કરતા કરતા ગંગા નદી પાસે આવ્યા. ત્યાં વાસુદેવે પાંડવોને કહ્યું કે, “તમે ગંગાને ઊતરી જાઓ. હું આ લવણસમુદ્રના માલિક સુસ્થિત દેવને મળીને આવું છું.”
પાંડ ત્યાંની એક નાવદ્વારા ગંગા ઊતરી ગયા. પછી કૃષ્ણ વાસુદેવ ગંગાને હાથથી તરી શકે છે કે નહિ એ જાણવાના કૌતુકથી તેમણે તે નાવ સંતાડી દીધી અને કૃષ્ણની વાટ જોતા સામે કાંઠે બેઠા.
સુસ્થિતને મળી આવીને કૃષ્ણ ગંગા ઊતરવા માટે નાવની તપાસ કરી પણ તેને ક્યાંય મળી નહિ. ત્યારે તેણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org