________________
૧૧૯
૧૬ : અપરકા નગરી પાપનું જ ફળ છે અને તારે વગર ખેદે ભેગવવું જ જોઈએ. માટે કાંઈ પણ શોકચિંતા કર્યા વિના હવેથી તું આપણે ત્યાં આવતા શ્રમણ, બ્રાહ્મણ કે દુ:ખી માણસોને ખાનપાન આપતી અને દાનધર્મ આચરતી સુખેથી રહે.”
વખત જતાં એક દિવસ તે ગામમાં બ્રહ્મચારિણું, બહુશ્રુત અને બહુપરિવારવાળી ગોપાલિકા નામની આર્યા ગામેગામ ફરતી ફરતી આવી પહોંચી તથા સંયમ અને તપથી આત્માને વાસિત કરતી શેડે વખત ત્યાં રહી. તે આર્યોને એક સંઘાટક ભિક્ષા સમયે સાગરદત્તના ઘરમાં આવ્યું.
સુકુમાલિકાએ તેને ઘણા આદરથી ભિક્ષા આપ્યા બાદ વિનંતિ કરી કે, “હે આર્યાએ ! પહેલાં હું સાગરને અત્યંત ઈષ્ટ હતી પણ હવે તેને ગમતી નથી, એટલું જ નહિ પણ બીજા જે કોઈને હું વરું છું તેને પણ ગમતી નથી. તે હું સાગરને ફરી ધષ્ટ થાઉં એ કોઈ મંત્ર, ચૂર્ણ કે ઔષધિ મને બતાવે તે ઘણુ કૃપા થશે. તમે બહુશ્રુત છે અને અનેક પ્રયોગોનાં જાણકાર છે.”
આર્યાએ આ વાત સાંભળતાં જ પોતાના કાન ઢાંક્યા અને કહ્યું – “હે દેવાનુપ્રિયે ! અમે તે બ્રહ્મચારિણી તપરિવનીએ છીએ. તારું આ વાક્ય અમારે સાંભળવું પણ ન જોઈ એ. અમારું કામ તે સંયમ અને શીલને પ્રચાર કરવાનું છે. જે તે ઈ છે તે સંયમ અને શીલને આચારમાં આણવાની પદ્ધતિ તને બતાવીએ.” - પછી આર્યાઓના ઉપદેશથી સુકુમાલિકા શ્રાવિકા થઈ અને પિતાની સંમતિ લઈને ગપાલિકા આ પાસે પ્રવજિત થઈ. હવે સુકુમાલિકા આર્યા ખાવામાં, પીવામાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org