________________
૧૧૮
ધર્મકથાઓ ચા જાઉં કે સંન્યાસી થઈ જાઉં એ કબૂલ છે, પણ સાગરદત્તને ઘેર તો હું જવાનો નથી.” આ હકીકત ભીંત પાછળ રહેલા સાગરદત્તે સાંભળી તેને એમ થયું કે જાણે જમીનમાં પેસી જાઉં. તે શરમાઈને પિતાને ઘેર પાછા આવ્યું અને સુકુમાલિકાને ખેાળામાં બેસાડી આશ્વાસન આપવા લાગ્યો કે, “હે પુત્રી ! સાગરે તને છેડી તેથી શું થયું ? હું તને એવા જ બીજાને આપીશ કે જેને તું ઈષ્ટ અને પ્રિય થઈ પડીશ. માટે તું કશી જ ચિંતા ન કર.”
ત્યાર બાદ એક વાર સાગરદત્તે અગાશી ઉપરથી એક ચીંથરેહાલ, હાથમાં રામપાતર અને ફૂટેલા ઘડાવાળે કમક (ભિખારી) . પિતાનાં માણસો દ્વારા તેણે તેને ઘેર તેડાવી મંગાવ્યે, તથા નવરાવી, ધવરાવી, વસ્ત્રાભૂષણથી શણગારીને મિષ્ટભંજન જમાડી તૃપ્ત કર્યો. ત્યાર બાદ તેને કહ્યું –
“આ મારી પ્રિયપુત્રીને તને સ્ત્રી તરીકે સેપું છું. તું અને એ બંને કલ્યાણવાળાં થાઓ.”
તે દમકે શેઠની એ વાત સ્વીકારી અને પહેલી જ રાતે તે સુકુમાલિકાની સાથે એક પથારીમાં સૂતે. પરંતુ ઘડીક સૂતે ત્યાં તે સાગરની પેઠે તેને પણ સુકુમાસિકાનો સ્પર્શ તસ્વારની અણીની જેમ કાવા લાગ્યો અને અગ્નિની પેઠે બાળવા લાગ્યો. તેથી મતથી નાસી છૂટે તેમ તે ત્યાંથી પિતાનું રામપાતર અને ફૂટેલો ઘડે લઈ નગરમાં ચાલ્યા ગયે.
બીજે દિવસે સવારે શેઠને આ વાતની ખબર પડી. સાગરદત્ત સુકુમાલિકાને ખોળામાં બેસાડી કહેવા લાગ્યું – હે પુત્રી ! તું ખેદ ન કરીશ. આ કઈ તારા પૂર્વજન્મનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org