________________
૧૪
ધમકથાએ એ બધા રાજાઓ દ્રુપદના આમંત્રણથી ધામધૂમ સાથે કપિલપુરમાં આવી પહોંચ્યા. રાજા દ્રુપદે તેઓનું સ્વાગત કરીને તેમને એગ્સ ઉતારા આપ્યા.
કંપિલ નગરીની બહાર ગંગા નદીને કાંઠે રાજા દુપદે એક માટે સ્વયંવરમંડપ તૈયાર કરાવ્યું હતું. તેમાં સ્ત ઉપર ક્રીડા કરતી અનેક પૂતળીઓ ગોઠવી હતી, શોભા વધારે તેવા અનેક સ્તંભે ઊભા કર્યા હતા અને તેને બની શકે તેટલે સુંદર અને આકર્ષક બનાવવામાં આવ્યો હતો.
સ્વયંવરમાં આવેલા બધા રાજાઓને રાજા દ્રુપદ તેમના ઉતારામાં જ હરરેજ વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, સુરા, મધ, માંસ, સીધુ અને પ્રસન્ના તથા અનેક પ્રકારનાં પુષ્પ, વસ્ત્ર, ગંધે માર્યો અને અલંકાર મેકલાવ્યા કરે છે અને તે બધા તેમને ઉપભેગ કરતા, ગાનતાન સાંભળતા, નાટકો જોતા અને અનેક પ્રકારના વિલાસે કરતા આનંદથી રહે છે.
ત્યાર બાદ એક દિવસ દ્રપદ રાજાએ ઘોષણા કરાવી કે, “આવતી કાલે સવારના પહોરમાં દ્રૌપદીને સ્વયંવર થશે. માટે બધા રાજાઓએ દ્રપદ ઉપર કૃપા કરીને નાહીધેાઈ, વિભૂષિત થઈને પિતપતાના વૈભવ સાથે વહેલા પધારવું અને દ્રૌપદીની વાટ જોતા, પોતપોતાના નામથી અંકિત થયેલા આસન ઉપર મંડપમાં બેસવું.”
દ્રપદ રાજાએ મંડપમાં ચારે બાજુ ફૂલની માળાઓ લટકાવરાવી, અનેક પ્રકારના સુગધી ધૂપથી ભરેલાં ધૂપધાણાં મુકાવ્યાં, અને વધારાના પ્રેક્ષકો માટે પગથિયાંના આકારે માંચાઓ એક ઉપર એક ગોઠવાવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org