________________
his USD
૧૧ : અપરકા નગરી
૧ર૩ કૃષ્ણ વાસુદેવની ઉપસ્થાનશાળામાં આવીને તેણે કૃષ્ણને દ્રુપદને સંદેશે કહી સંભળાવ્યું.
કૃષ્ણ તેની હકીકત સાંભળીને પિતાના બધા સમુદાયને ભેગો કરવા સુધર્મા સભામાં રહેલી સામુદાયિક ભેરી વગડાવી. મેરી સાંભળીને સમુદ્રવિજય વગેરે કૃષ્ણ પાસે આવ્યા. આવેલા બધા લોકોને કૃષ્ણ પોતાની સાથે દ્રૌપદીના સ્વયંવરમાં આવવા તૈયાર થવાની સૂચના કરી. તે મુજબ બધા તૈયાર થઈ કૃષ્ણ સાથે સૌરાષ્ટ્રની વચ્ચે થઈ સરહદ વટાવી, પંચાલના કંપિલપુરમાં મોટી ધામધૂમથી આવી પહોંચ્યા. તેમની સાથે અનંગસેના વગેરે હજારે ગણિકાઓ પણ હતી.
પદરાજાએ યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુળ અને સહદેવ એ પાંચે પુત્ર સહિત પાંડુરાજાને, એ ભાઈ વાળા દુર્યોધનને, ગાંગેય, વિદુર, દ્રોણ, જયદ્રથ, કલબ અને અશ્વત્થામાને સ્વયંવરમાં બોલાવવા બીજે દૂત હસ્તિનાપુરમાં મોકલે. ત્રીજા દૂતને અંગરાજ કર્ણ, સેલ્લક, અને નંદીરાજાને બોલાવવા ચંપામાં મેક. ચેથાને પાંચ ભાઈએ વાળા, દમષના પુત્ર શિશુપાળને બોલાવવા શક્તિમતી મેક. પાંચમાને દમદંતને બોલાવવા હસ્તિશીષ મેક. છઠ્ઠીને ધરરાજાને બોલાવવા મથુરા મેક. સાતમાને જરાસંધના પુત્ર દેવને બોલાવવા રાજગૃહ મેક. આઠમાને ભેસગના પુત્ર રુકિમને બોલાવવા કૌડિન્ય નગરમાં મોકલ્યા. અને એ ભાઈ સાથે કીચકને બેલાવવા નવમાને વિરાટ નગરમાં મોકલ્યો. તે ઉપરાંત દશમા દૂતને બીજા અનેક ગામ તથા નગરના રાજાઓને બોલાવવા સૂચના કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org