________________
૧૫ઃ નદીલ સ્થવિરો પાસે તે સામાયિક વગેરે અગિયાર અંગો ભો અને પિતાનું છેલ્લું જીવન અત્યંત સમભાવપૂર્વક ગાળતો રહેવા લાગ્યા. અંતે વિદેહાવસ્થા પામીને તે સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયે.
“હે આયુષ્યમાન શ્રમણ ! ધન્યના સાર્થમાં જે પ્રવાસીએાએ તેની પેલી ઘોષણા ન માની, તેઓ જેમ અકાળ મૃત્યુથી મૂઆ, તેમ જે નિગ્રંથનિર્ચથીઓ વીતરાગ પુરુષોએ કહેલા સંયમને સ્વીકાર કરીને પણ કામગુણેમાં લલચાઈને ફસાઈ જાય છે તથા શ્રમણત્વથી ભ્રષ્ટ થાય છે, તેઓ શ્રમણ અને શ્રમણ સંઘમાં નિંદનીય થાય છે એટલું જ નહિ પણ તેઓ સંસારના અંતને પામવાને બદલે તેમાં જ રખડયા કરે છે.
પરંતુ જે નિગ્રંથનિર્ચથીઓ ધન્યની ઘોષણાને સ્વીકારીને ચાલનારા પ્રવાસીઓની જેમ પોતાના સંયમમાં વધારે ને વધારે ઉજમાળ થશે, કામગુણેથી અત્યંત દૂર રહેશે, મનથી પણ તેમની પ્રાર્થના નહિ કરે, અને તેવી પ્રાર્થનાની વૃત્તિને રોકવા અહિંસા, સત્ય, અસ્તેય, ત્યાગ અને બ્રહ્મચર્યના પાલનમાં ક્ષણે ક્ષણે ઉદ્યત રહેશે, તેઓ સમસ્ત લોકમાં વંદનીય અને પૂજનીય થઈ થોડા જ વખતમાં સંસારને પાર પામી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થશે.”
હે જંબુ ! પ્રવાસીનું ઉદાહરણ આપીને આ પંદરમા અધ્યયનમાં શ્રમણભગવાન મહાવીરે સંચમીઓને જે ચેતવણી આપી છે, તે મેં તને કહી, એમ આર્ય સુધર્મા બોલ્યા.
પામી છે. ઉદાહરમી
માયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org