________________
ધમકથાએ આ સાંભળી મેઘકુમારનાં માતાપિતાએ નિશ્ચય કર્યો કે લાલચથી આ દીકરો ફેરવાય તેમ નથી, માટે તેને છેડે ભય બતાવવો જોઈએ. એમ ધારી તેઓ આ પ્રમાણે બેલ્યાં –
“હે જાયા! તને ખબર નથી કે ભગવાનના પ્રવચન પ્રમાણે પ્રવૃત્તિ કરવી એ લોઢાના ચણા ચાવવા જેવું છે. બેટા! એ તે વેળુના કેળિયા છે, ધસી આવતી ગંગાના પૂરમાં સામે વહેણે તરવાનું છે, અને ખાંડાની ધારે ચાલવા જેવું છે. હે જાયા! ત્યાં લૂખું સૂકું ખાવાનું છે અને ફાટયાંતૂટયાં કપડાં પહેરવાનાં છે. અરણ્યમાં, મસાણમાં, ખંડેરમાં, કોઢમાં, કે એવા જ કેઈ બીજા ભાંગ્યાતૂટયા મકાનમાં રહેવાનું છે, ટાઢ અને તડકે સહેવાનાં છે, ભૂખ અને તરસ વેઠવાનાં છે, વાત, પિત્ત અને કફના વિકારોથી થયેલા અનેક રેગેને સમભાવે સહેવાના છે. આહાર માટે પણ ઘેરઘેર ભટકીને ભિક્ષા માગવાની છે અને વધ્યુંઘટયું માગી લાવી એક વાર ખાવાનું છે. તું તે રાજકુમાર છે, સુખમાં ઊછરેલો છે, તારાથી આ બધું શી રીતે સહન થશે?”
માતાપિતાએ દેખાડેલે ભય સાંભળીને મેઘકુમારે ગંભીરતાથી જવાબ આપે:-“હે માતપિતા ! તમે કહ્યું તે બરાબર છે પણ એ ભય તે કાયરને માટે છે. જે આ લોકમાં આસક્ત છે અને જેને પરલોકની દરકાર નથી, તે એવા ભયથી હતાશ થઈ પિતાના નિશ્ચયને ત્યાગ કરે. પણ જે ભગવાનના પ્રવચનમાં શ્રદ્ધાયુક્ત, વિશ્વાસયુક્ત અને આદરબુદ્ધિવાળે છે, તે સ્થિર, નિશ્ચિત અને પ્રયત્નશીલ પુરુષ એવા ભયથી જરા પણ ન ડરતાં ગમે તેવી દુષ્કર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org