________________
૫ શૈલક ત્રષિ તેની પાસે રહી બધી કળાઓમાં પ્રવીણ થઈ પાછા આવતાં જ તેને ઈજ્યકુળની ૩૨ કન્યાઓ સાથે પરણાવવામાં આવ્યો. તેમની સાથે તે અનેક સુખોપભેગ ભેગવતે આનંદથી - રહે છે.
એ અરસામાં અરિષ્ટનેમિ નામે અહંત ફરતા ફરતા દ્વારિકા આવ્યા અને તે નગરની બહાર આવેલા સુરપ્રિય નામના યક્ષાયતનમાં અશોક વૃક્ષની નીચે ઊતર્યા.
તેમના આવ્યાના સમાચાર જાણીને કૃષ્ણવાસુદેવે પિતાને પરિવાર, સિનિક અને પ્રજાજનેને ભેગાં કરવા કૌમુદીભેરી વગાડવી. એ બધે સમુદાય લઈને વિજયગંધ હેતી ઉપર બેસી કૃષ્ણ વાસુદેવ અહંતનાં દર્શને આવ્યા. તેમની સાથે થાવસ્થા સાર્થવાહી અને થાવચાપત્ર પણ હતાં.
ભગવાનનું પ્રવચન સાંભળીને થાવસ્થા પુત્રની ભેગલાલસા શાંત થઈ અને તેને જીવમાત્ર ઉપર સમભાવની વૃત્તિ ઊપજી. ઘેર આવીને તેણે પિતાની માતાને કહ્યું –
હે માતા! જે તમારી અનુમતિ હેય તે હું કાયમને માટે અરિષ્ટનેમિ અર્વત પાસે તેમને શિષ્ય થઈને રહું અને તેમની પાસે સદાચાર, વિનય, સેવાવૃત્તિ અને સમભાવ શીખીને મારા ચિત્તની શુદ્ધિ તથા રાગદ્વેષાદિ મલને નાશ કરું.”
આ વાત સાંભળી ધારિણી રાણીએ જેમ મેઘકુમારને પ્રવજ્યા લેતે અટકાવવા અનુકૂળ અને પ્રતિકૂળ વાણીથી સમજાવવા પ્રયત્ન કર્યો હતે તેમ થાવગ્નાએ પણ પિતાના પુત્રને ઘણુંઘણું સમજાવ્યું, પણ જ્યારે તે કઈ પણ ઉપાયે પિતાના નિશ્ચયથી ન ચળ્યો, ત્યારે અનિચ્છાએ તેણે તેને રજા આપી અને તેના નિષ્કમણાભિષેકની તૈયારીઓ કરવા માંડી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org