________________
૫ શૈલક ષિ આ સાંભળીને વાસુદેવે આખી નાગરીમાં છેષણા કરાવી કે, જે લોકો મૃત્યુભયને નાશ ઈચ્છતા હોય અને તે માટે વિષયકષાને ત્યાગ કરવા ઉજમાળ થવા તૈયાર હોય, પરંતુ માત્ર મિત્ર, જ્ઞાતિ કે સંબંધી માણસના
ગક્ષેમની ચિંતાથી જ અટકી રહ્યા હોય, તેઓએ ખુશીથી, થાવરચ્ચા પુત્રની જેમ પ્રવજ્યા લેવા તૈયાર થવું; કારણ કે તેમનાં સંબંધીઓના વર્તમાન ગક્ષેમને પાછળથી હું નિર્વાહ કરીશ.
આ ઘોષણાથી બીજા અનેક વિચારક યુવાને પણ થાવરચા પુત્ર સાથે અહંત અરિષ્ટનેમિ પાસે ગયા. ત્યાં ગયા બાદ થાવસ્થાપુત્ર વગેરે યુવાનોને આગળ કરીને કૃષ્ણવાસુદેવે અહંત અરિષ્ટનેમિને કહ્યું – “હે દેવાનુપ્રિય! આ થાવસ્થાપુત્ર તેની માને એકનો એક છે. તેની માતાના સનેહનું પાત્ર છે, અને તેના બીજા હૃદય જેવું છે. પણ તમારું પ્રવચન સાંભળ્યા બાદ તેની વૃત્તિ વિષયવિલાસાદિથી ઊઠી ગઈ છે. તે તમારી સાથે રહીને અહિંસાદિની પાંચ પ્રતિજ્ઞા સ્વીકારવા ઈચ્છે છે, તે માટે તેની માતાએ તેને આપની પાસે મોકલ્યો છે. તે હું તેની માતાની વતી આપને આ શિષ્યભિક્ષા સ્વીકારવા વિનંતી કરું છું.”
તે વખતે બીજા બધા યુવાને માટે પણ તેમનાં માતાપિતાએ આપેલી અનુમતિ વાસુદેવે અહંત પાસે પ્રગટ કરી. અને તે બધાને પણ શિષ્ય તરીકે સ્વીકાર્યા.
પછી થાવસ્થા પુત્ર વગેરે યુવાનેએ ઈશાન ખૂણામાં જઈ પોતાનાં કપડાંલત્તાં ઉતાર્યા. પિતાના દીકરાએ ઉતારેલાં કપડાં લેતી અને સ્નેહથી આંસુ સારતી થાવગ્યા સાર્થવાહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org