________________
ધમકથાઓ પરંતુ તે બંને ભાઈઓને તે દરિયાઈ સફરની ધૂન બરાબર લાગી હતી, એટલે ગમે તેમ કરીને પણ માતપિતાની સંમતિ મેળવી લઈ, તેઓ વહાણે સાથે સમુદ્રની સફરે ચડ્યા.
તેઓએ દરિયામાં થોડોક માર્ગ કાપે એટલામાં તે આકાશમાં એકાએક અકાળે વાદળ ચડી આવ્યાં, મેઘ ગાજવા લાગ્યો, અને પવન પ્રચંડ વેગથી ફૂંકાવા લાગ્યો. થોડીવારમાં તે વહાણે ઊછળવા તથા આમતેમ અથડાવા લાગ્યાં, તેમનાં પાટિયાં તૂટવા લાગ્યાં, અને સઢ ફાટવા માંડયા. નાવિક, કર્ણધાર, અને વ્યાપારીઓ ગભરાયા, તથા બધે હાહાકાર થઈ રહ્યોકૂવાથંભ તૂટી ગયા, ધજાઓ મરડાઈ ગઈ, વલયેના ચૂરેચૂરા થઈ ગયા અને તે સર્વ વહાણે કોઈ પહાડ સાથે અથડાઈ, જેતજોતામાં સમુદ્રમાં ગરક થઈ ગયાં. સાથે ઘણાં કરિયાણું અને માણસો પણ અલેપ થયાં.
ભાગ્યયોગે તે બે ભાઈઓને એક મોટું પાટિયું હાથ આવી ગયું. તેને આધારે તરતા તરતો તે બંને ભાઈઓ એક અદ્ભુત દ્વીપ પાસે આવી પહોંચ્યા. તેનું નામ રત્નદ્વીપ હતું. તે ઘણે સુંદર, દર્શનીય, પ્રાસાદિક અને અનેક વૃક્ષાથી સુશોભિત હતું. ત્યાં રત્નદ્વીપદેવતા નામે એક ભયંકર અને દુષ્ટ દેવી પિતાના એક ભવ્ય મહેલમાં રહેતી હતી. તે મહેલની ચારે બાજુ મોટા મોટા વનખંડે હતા.
પિલા બે ભાઈઓએ બેટને કાંઠે આવી ખૂબ વિસામે લીધે. ત્યારબાદ આસપાસ ફરીને ફળ વીણી ખાધાં, શરદી દૂર કરવા નાળિયેર વીણીને તેમનું તેલ શરીરે મસળ્યું, તથા પુષ્કરિણીમાં નાહીને એક પૃથ્વીશિલાપટ્ટ ઉપર નિરાંતે બેઠા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org