________________
આ
પ્રમાણ
૧૨: પાણી સુબુદ્ધિએ રાજાની તે વાત સ્વીકારી અને એ બંને બાર વરસ સુધી ગૃહસ્થધમાં રહ્યા. ત્યાર બાદ ચિત્તવૃત્તિને પરિપાક થયે રાજાએ પોતે જ સુબુદ્ધિને બોલાવીને કહ્યું કે, “હવે આપણે આ અદીનકુમારને ગાદી ઍપી, તથા કુટુંબની સંમતિ મેળવી, બંને સાથે જ પેલા સ્થવિરેના અંતેવાસી થઈએ.”
એ પ્રમાણે કુમારને રાજ્યાભિષેક કર્યા બાદ તે બંનેએ પ્રવ્રજ્યા લીધી અને જીવનશુદ્ધિને માગ સ્વીકાર્યો. બંને જણાએ અગિયાર અગેનું અધ્યયન કર્યું, મનુષ્યમાત્રમાં મિત્રીભાવ પ્રગટાવવા ઉગ્ર પ્રયત્ન કરી ચિત્તમાં સમભાવ કેળ, તથા શરીર-ઈદ્રિયોને પોતાના વશમાં આણ્યાં. એ પ્રમાણે કેટલાય વર્ષો સુધી સંયમ અને તપનું આચરણ કરતા તે, છેવટે કાળ કરી સિદ્ધ બુદ્ધ અને મુકત થયા.
આ પ્રમાણે હે જંબુ ! શ્રમણભગવાન મહાવીરે પિતાનું મંતવ્ય બીજાને બરાબર સમજાવવાની પદ્ધતિ આ અધ્યયનમાં વર્ણવી બતાવી છે, તે મેં તને કહી, એમ આર્ય સુધર્મા બોલ્યા.
જીવન
કર્યું
સમભા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org