________________
૧૩: દેડકે
૯૭ આપતા. ત્યાં આવનાર કઈ ભૂખ્યું ન જાય તેની નંદ મણિયારની ખાસ આજ્ઞા હતી.
પશ્ચિમના વનખંડમાં ચારેકોરથી વિપુલ પ્રકાશ અને સ્વચ્છ હવા આવી શકે તેવું એક મેટું ઔષધાલય બંધાવ્યું હતું. ત્યાં અનેક વૈદ્યો, વિદ્યપુત્રો, રેગની પરીક્ષા કરનારા અનુભવી અને તર્કથી રોગને સમજનારા ચતુર માણસને રોકવામાં આવ્યા હતા. તેઓ ત્યાં આવનાર સર્વ રોગીઓ, પ્લાન, દુર્બલે અને અનેક વ્યાધિથી પીડાયેલા લેકેની નિદાનપૂર્વક ચિકિત્સા કરતા હતા. ચિકિત્સા ઉપરાંત રેગીએના ઉપચાર અને ખાનપાનની પણ ત્યાં સંભાળભરી વ્યવસ્થા હતી.
ઉત્તરના વનખંડમાં નંદ શેઠે એક મોટી આલંકારિકસભા બનાવરાવી હતી. ત્યાં આવનારા લેકેને સ્વચ્છ કરનારા અનેક અલંકારિક પુરુષો (હજામે) રાખવામાં આવ્યા હતા. કેટલાય શ્રમ, અનાથ, ગ્લાને, રોગીઓ અને દુર્બલે તે સભાને લાભ લઈ સ્વચ્છ થતા.
રાજગૃહમાં આવતા કે રહેતા અનેક મુસાફરે, કાસદિયાએ, કાવડિયાઓ અને કારીગરે, ઘાસ, પાંદડાં અને લાકડાંના ભારા લઈ જનારા અનેક અનાથ કે સનાથ લેકે તે નંદા પુષ્કરિણમાં નાહવા, પાણી પીવા અને પાણી લઈ જવા વારંવાર આવતા તથા કેટલાક તે ત્યાં આવીને માત્ર જળક્રીડા કરતા.
પુષ્કરિણકાંઠે ઊભા કરેલા કેળના મંડપોમાં, લતાકુંજોમાં અને પક્ષીઓના અવાજથી કલકલિત અનેક પ્રકારની પુષ્પની પથારીઓમાં સાયવિહારે નીકળેલા રાજગૃહવાસીઓ આરામ કરતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org