________________
૧૦૫
૧૪: અમાત્ય તેલિ વિશિષ્ટ ચિત્તશુદ્ધિ સાથે રહેવા લાગી. વખત જતાં મૃત્યુ સમય નજીક આવ્યો જાણીને તે તપ અને સંયમમાં વધારે ઉદ્યત થઈ. છેવટે કાળ કરીને તે દેવયોનિમાં ઉત્પન્ન થઈ.
રાજા કનકરથ અવસાન પામ્યો. પ્રજાએ તેની પાછળ લૌકિક કાર્ય કરીને તેને સ્થાને હવે ગાદી કોને આપવી એ વિષે વિચાર અમાત્ય પાસે મૂક્યો. અમાત્યે પિતાને ત્યાં રહેલા રાજપુત્ર કનકદેવજને નિર્દેશ કર્યો અને તેને પિતાને ત્યાં કેમ રાખેલે તે બધું વિગતવાર કહી સંભળાવ્યું.
| કનકધ્વજને રાજ્યાભિષેક થયા. કનકધ્વજની માતા પદ્માવતીએ તેને કહ્યું કે, “હવે તારે આ અમાત્યને જ પિતા તરીકે સમજવાના છે. તેમના પ્રતાપથી જ તું આ ગાદી ઉપર આવી શક્યો છે.” હવે કનકદેવજ, અમાત્ય તેયલિપુત્ર ઉપર બહુ પ્રીતિ રાખતા પોતાના રાજકારભાર ચલાવે છે.
પિફ્રિલાને દેવાનિમાં ગયા બાદ પિતે અમાત્ય સાથે કરેલી શરત યાદ આવી. તેણે અનેક પ્રકારે અમાત્યને ધમધ કરાવવા પ્રયત્ન કર્યો પણ તેની સુખશીલતાને કારણે તેને સમજાવવામાં તે પદિલદેવ સફળ નીવડયો નહિ. છેવટે તેણે મંત્રીને જ્ઞાન આપવા તેની અને રાજાની વચ્ચે વિરોધ ઊભે કર્યો. તેથી કરીને હંમેશની માફક જ્યારે મંત્રી રાજા પાસે આવ્યા ત્યારે રાજાએ તેને જરાય આદર ન કર્યો. જે રાજા પોતાને ઘણુ માનથી અને આદરથી રોજ લાવતે તેને આજે આમ બદલાયેલા જોઈને અમાત્ય ઘણે ખેદ પામ્ય તથા રાજા પોતાને અકાળ મિતે મરાવી નખાવશે તે શંકાથી અત્યંત ભયભીત થયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org