________________
૧૪: અમાન્ય તેલિ
૧૦૩ મરેલી છોકરીને જન્મ આપે હતો. તે છોકરીને છેકરાને સ્થાને રાણી પાસે મૂકવામાં આવી.
રાણીને પ્રસવ થયે છે એવું જાણતાં જ રાજા તેની પામે ત્વરાથી આવી પહોંચ્યા. પણ મૂએલી છેકરી જોઈને ત્યાંથી પાછા ચાલયે ગયે.
હવે પેલો રાજપુત્ર અમાત્યને ત્યાં મોટે થવા લાગ્યો. તેનું નામ મોટી ધામધુમ સાથે કનકધ્વજ રાખવામાં આવ્યું.
વખત જતાં અમાત્યને પિદિલા ઉપર અભાવ થયો. તેથી તે ઘણી ખિન્ન થઈ. પણ અમાત્ય તેના ખેદનું નિવારણ કરતાં કહ્યું કે, “હે દેવાનુપ્રયે ! તારે ખેદ કરવાનું કારણ નથી. તું મારા રસેડામાં આવતા તમામ શ્રમ, બ્રાહ્મણે અને છતર માગણને નિરંતર દાન દીધા કર.”
ત્યારથી પિદિલા તે પ્રમાણે કરતી સુખેથી રહે છે. એવામાં વખત જતાં સુવ્રતા નામની બ્રહ્મચારિણી, બહુશ્રુત અને બહપરિવારવાળી આ ગામેગામ ફરતી ફરતી ત્યાં આવી તથા સંયમ અને તપથી પિતાના આત્માને વાસિત કરતી થડે વખત ત્યાં રહી. તે આર્યાના એક સંઘાટક ભિક્ષા સમયે અમાત્યના ઘરમાં આવ્યો. પિફ્રિલાએ તેને ઘણા આદરથી ભિક્ષા આપી અને વિનંતિ કરી –
- “હે આર્યાઓ ! હું પહેલાં અમાત્યને અત્યંત ઈષ્ટ હતી પણ હવે હું તેને ગમતી નથી. તે એવું કાંઈ ચૂર્ણ, મંત્ર, કામણ કે વશીકરણ છે વા કોઈ ઔષધિ છે કે જેનાથી હું ફરીવાર તેને ઈષ્ટ થાઉં ?”
આ વાત સાંભળીને પોતાના બંને કાન દાબીને તે આર્યોએ બેલી – “હે દેવાનુપ્રિયે ! અમે તે શ્રમણનિર્ચથીઓ તથા બ્રહ્મચારિણીએ છીએ. તારું આવું કથન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org