________________
ધમકથાઓ એ પુષ્કરિણીને લીધે આખા રાજગૃહમાં અને તેની ચારે બાજુ નંદ મણિયાર ખૂબ જ પ્રસિદ્ધ થયે. જ્યાં જઈને સાંભળે ત્યાં લોકો તેના જ ગુણ ગાતા અને કહેતા
ધન્ય છે નંદ મણિયારને ! સફળ છે એને મનુષ્યજન્મ! અને ધન્ય છે તેનાં માતાપિતાને !”
આવી ચારે દિશામાં ફેલાયેલી પિતાની કીર્તિ સાંભળીને શ્રમ પાસકની મર્યાદાથી વ્યુત થયેલો તે નંદ મણિયાર અધિકાધિક પ્રસન્ન થયા અને પિતાનું નામ અમર થયું જાણું ખૂબ ફુલાતો સુખે સુખે રહેવા લાગ્યો.
એમ કેટલાક દિવસે વહી ગયા બાદ એક વાર નંદ મણિયારનું શરીર સેળ રેગથી એકીસાથે ઘેરાયું. શ્વાસ, ખાંસી, જવર, દાહ, શૂલ, ભગંદર, હરસ, અજીર્ણ, આંખનું શૂળ, માથાનું શૂળ, અરુચિ, આંખ અને કાનની વેદના, ખરજ, જલોદર, અને કેદ્ર એમ રોગેથી તે હેરાન હેરાન થઈ ગયો.
તેણે રાજગૃહમાં ઘોષણા કરાવી કે જે કઈ વૈદ્ય નદ મણિયારના એક પણ રોગને શમાવશે તેને મેં માગ્યું નાણું આપવામાં આવશે. આ શેષણ તેણે ફરી ફરી બેત્રણ વાર કરાવી. તેને કારણે કેટલાય વૈદ્યો અને વૈદ્યપુત્ર, ચિકિત્સાને લગતાં શસ્ત્રો, પાત્રો, શસ્ત્રોને તીક્ષણ કરવાની સલ્લીઓ, કરિયાતા વગેરેની સળીઓ અને અનેક પ્રકારનાં એસડસડ લઈને આવ્યા.
તેઓએ આવીને નંદમણિયારનું શરીર તપાસ્યું, નિદાન વિષે અંદર અંદર પડપૂછ કરી. કેટલાય લેપ, ખરડે, ચીકણું પીણું, વમન અને વિરેચનના ઉપચારો, નાસે, ડાં, અપસ્નાને (ચીકાશ દૂર કરવા માટેનાં સ્નાન), અનુવાસના,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org