________________
૧૨: પાણી ગધ ! અને કેવી એની હિમ કરતાંયે વધારે શીતલતા ! હું તે તેને ઉદકરતન કહું છું.”
વખાણ કરતાં કરતાં રાજાએ પાણિયારાને પૂછ્યું કે “ આ પાણી તે કયાંથી મેળવ્યું? પાણિયારો બેલ્યો – “મહારાજ પાણી સુબુદ્ધિને ત્યાંથી આવેલું છે.” રાજાએ સુબુદ્ધિને બોલાવીને પૂછયું – “હે દેવાનુપ્રિય ! તું આવું સરસ પાણી ક્યાંથી લા ?”
સુબુદ્ધિએ જવાબ આપે – “મહારાજ ! એ પાણી પિલી ગંધાતી ખાઈનું જ છે.”
રાજાએ વિમય સાથે પૂછયું કે, “શું આ પેલી ગંદી ખાઈનું પાપ છે?”
સુબુદ્ધિ બે – “મહારાજ ! એ તેનું જ પાણી છે. જિનભગવાને કહ્યું છે કે વસ્તુમાત્ર પરિણમનશીલ છે. જ્યારે તમે ભેજનનાં વખાણ ક્યાં અને પાણીની નિંદા કરી, ત્યારે મેં તમને જિનભગવાનને સિદ્ધાંત સમજાવવા પ્રયત્ન કરેલ; પણ તમારા માન્યામાં તે વાત આવી નહિ. તેથી મેં ખાઈના ગંધાતા પાણી ઉપર પ્રવેગ કરીને તમને તે પ્રત્યક્ષ કરી બતાવ્યો.”
આમ થવા છતાં રાજાને સુબુદ્ધિ ઉપર વિશ્વાસ ન આવ્યું. તેથી તેણે પિતાની દેખરેખ નીચે, કોઈથી ફેડી ન શકાય તેવાં ખાસ અંગત માણસેદ્વારા એ પાણી મંગાવી સુબુદ્ધિના કહેવા પ્રમાણે એ પ્રગ ફરી કરી જોયે. ત્યાર બાદ તેને પાકી ખાતરી થઈ કે સુબુદ્ધિનું કહેવું પૂરેપૂરું ખરું છે. તેણે ફરી વાર સુબુદ્ધિને બોલાવીને પૂછ્યું કે
વસ્તુના સ્વરૂપને લગતે આ સત્ય સિદ્ધાંત તે ક્યાંથી મેળ ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org