________________
ધર્મસ્થાએ ભગવાન મહાવીરે કહ્યું છે કે, વસ્તુમાત્ર દ્રવ્ય પર્યાય ઉભયરૂપ છે. દ્રવ્ય વિનાના પર્યાયે અને પર્યા વિનાનું દ્રવ્ય હોઈ શકે જ નહિ. પર્યાય એટલે પરિણામ-ફેરફાર, આ હકીકત રાજાના ધ્યાનમાં આવે માટે મારે ખાઈના આ ગંદા પાણીને જ સ્વચ્છ કરી બતાવવું જોઈએ.
આમ વિચાર કરી, ઘેર પાછા ગયા બાદ, સુબુદ્ધિએ બજારમાંથી નવ કોરા ઘડાઓ મંગાવ્યા તથા પોતાનાં માણસે દ્વારા તે ઘડાઓમાં ખાઈનું ગંદું પાણી બરાબર ગળીને ભરાવી મંગાવ્યું. ત્યારબાદ તેણે તે ઘડાઓ બરાબર બંધ કરી સાત દિવસ રાખી મૂક્યા. ત્યારબાદ બીજા નવા ઘડાઓ મંગાવી, તે પણ તેમાં ફરી ગળીને નંખાવ્યું અને તે દરેકમાં તાજી રાખ નંખાવી. સાત દિવસ બાદ ફરી નવા ઘડા મંગાવી તેણે તે પ્રમાણે જ ફરી કરાવ્યું. આમ સાત અઠવાડિયાં સુધી તેણે તે પાછું વારંવાર ફેરવાવ્યા કર્યું તથા તેમાં તાજી રાખ નંખાવ્યા કરી.
સાતમે અઠવાડિયે એ પાને વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ સ્વચ્છમાં સ્વચ્છ પાણી જે થશે. તે ઇદ્રિ અને ગાત્રોને આહ્લાદ આપે તેવું, પચ્ય, હલકું અને સફટિક જેવું નિર્મળ થયું. એ ઉત્તમ પાણીને વધુ ઉત્તમ બનાવવા સુબુદ્ધિએ તેમાં સુગંધી વાળો, મેથ વગેરે ઉદકસંભારણીય દ્રવ્યો મેળવ્યાં અને રાજાના પાણિયારાને એ પાણી લઈ જઈ, ભોજન વખતે રાજાને આપવાની સૂચના કરી.
જમ્યા પછી રાજાએ એ પાણી પીને તેનાં ખૂબ વખાણ કર્યો અને સાથે જમનારા બધા રાજાઓ, મિત્રો વગેરેને કહ્યું કે, “હે દેવાનુપ્રિયે ! આપણે જે પાણી અત્યારે પીધું એ ઉત્તમ છે. શું એને સ્વાદ ! શું એને રંગ ! શી એની
અઠવાડિક છે
એ વાત ચિતે રક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org