________________
૧૨ પાણી સુબુદ્ધિની આ હકીકત જિતશત્રુને ગમી નહિ પણ તે આ વિષે વધુ ચર્ચા ન કરતાં ચૂપ રહ્યો.
એક વાર જિતશત્રુ રાજા ઘોડેસ્વાર થઈને મોટા પરિવાર સાથે નગર બહાર, તે ખાઈના અત્યંત ગંદા પાણી પાસે થઈને ફરવા નીકળ્યા. ત્યાં તે પાણીની અસહ્ય દુર્ગધથી તેને નાક દાબવું પડ્યું. થોડે આગળ જઈને રાજાએ બધા સમક્ષ એ પાણીની નિંદા શરૂ કરી. તેણે કહ્યું –
એ ખાઈના પાણુને રંગ ઘણે જ ખરાબ છે અને અને ગંધ તે સાપના સડેલા મુડદા જેવું છે. એટલા ઉપરથી જ તેના સ્વાદ અને સ્પર્શની પણ અટકળ કરી શકાય છે.”
રાજાની આ વાત પણ અમાત્ય સિવાય બીજા બધાએ કબૂલ રાખી. માત્ર અમાત્યે કહ્યું – “હે સ્વામી ! મને તો તમારી આ વાતમાં કંઈ નવાઈ લાગતી નથી. મેં પહેલાં કહ્યું હતું તે પ્રમાણે એ તે બધું પરમાણુઓના સ્વભાવની વિચિત્રતામાં જ રહેલું છે.” જિતશત્રુએ સુબુદ્ધિને કહ્યું –
હે દેવાનુપ્રિય ! તારે અભિપ્રાય બરાબર નથી. મને તે તારું કથન દુરાગ્રહ ભરેલું જ લાગે છે. જે સારી વસ્તુ છે તે સારી જ છે, અને ખરાબ વસ્તુ છે તે ખરાબ જ છે. તેમને તે સ્વભાવ પલટાઈ જાય એવું તે કઈ બનતું હશે ?”
રાજાના કથન ઉપરથી સુબુદ્ધિને લાગ્યું કે વસ્તુમાત્ર પરિવર્તનશીલ છે એ વાત રાજા જાણતો નથી. માટે મારે પ્રત્યક્ષ પ્રયોગ કરી બતાવી, રાજાને ભગવાન મહાવીરે કહેલું વસ્તુનું સ્વરૂપ બરાબર સમજાવવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org