________________
૧૨ પાણી
[ઉદગણાય'] શ્રમણભગવાન મહાવીરે કહેલે નાયાધમ્મકહાના અગિયારમા અધ્યયનનો અર્થ જાણે; તો હવે તેના બારમા અધ્યયનને શું અર્થ કહ્યો છે તે જણાવે, એમ આર્ય જંબુએ પોતાના ગુરુ આર્ય સુધર્માને કહ્યું.
આર્ય સુધર્મા બોલ્યા :–
ચંપા નગરીમાં જિતશત્રુ નામે રાજા હતા. તેને ધારિણી નામે સ્ત્રી અને અદીનશત્રુ નામે યુવરાજ પુત્ર હતે. તેના રાજ્યની ધુરા સુબુદ્ધિ નામ શ્રમણોપાસક અમાત્યના હાથમાં હતી.
ચંપાની બહાર એક મોટી ખાઈ હતી. તેનું પાણી સડેલા મુડદા જેવું ગંધાતું, જેવું કે અડકવું ન ગમે તેવું ગંદું, અને અસંખ્ય કીડાઓથી ખદબદતું હતું.
એકવાર જિતશત્રુ રાજા અનેક મોટા રાજાઓ, ધનાઢ્યો અને સાર્થવાહો સાથે ભેજન લીધા પછી ભેજનની સામગ્રીનાં વખાણ કરતે તેઓને આ પ્રમાણે કહેવા લાગ્યું –
“હે દેવાનુપ્રિયે ! આપણે લીધેલા ભોજનને રસ ઉત્તમોત્તમ હતું. તેને વર્ણ, ગંધ અને સ્પર્શ પણ એ જ સુંદર હતે. ભેજન દીપક, તર્પક, અત્યંત આસ્વાદવાળું તથા આપણું બત્રીસે કોઠાઓને ઠંડક વાળે એવું આહલાદક
હતું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org