________________
૧૧: દાવાનાં ઝાડ
૧
સ'સગમાં આવતાં પેાતાની સહનશીલતા ગુમાવતાં નથી અને નિર્ભય રહીને સાવધાનપણે બધું સહન કરી લે છે, પરંતુ અન્ય ધર્મવાળાંઓના સંસગમાં આવતાં જ ઊકળી જાય છે કે ક્ષમાને કેરે મૂકી કશું સહન કરવાની દરકાર રાખતાં નથી, અને ધર્મને નિમિત્તે ક્રોધને વશ થાય છે, તેને અશથી વિરાધક કહ્યાં છે. જે નિગ્રંથ અને નિગ્રંથી અન્ય તીથિકાના સ'સગમાં આવતાં શાંત રહે છે પણ શ્રમણ અને શ્રમણીઓ તથા શ્રાવક અને શ્રાવિકાઓના સંસર્ગમાં આવતાં જ ખળભળી ઊઠે છે, ક્રોધે ભરાય છે, ચઢ્ઢા તદ્દા મેલી નાખે છે, અને સહનશીલતાને કારે મૂકે છે, તેને અશથી આરાધક કહ્યાં છે.
“ જે નિગ્રંથ અને નિગ્રંથીઓ કોઈના પણ સહવાસમાં આવતાં પેાતાના સમલાવ ગુમાવી બેસે છે અને અવિવેકને વશ થઈ વિષમભાવમાં પ્રવર્તે છે, તેઓને સર્વાંશે વિરાધક કહ્યાં છે.
“ અને જે શ્રમણ અને શ્રમણીએ ગમે તેના સહવાસમાં આવતાં સમભાવે જ વતે છે, કદી ગુસ્સે થતાં નથી, કે આકૃતિમાં, ભાષામાં કે વિચારમાં ક્રોધના અંશ પણ આવવા દેતાં નથી, તેવાં ક્ષમાશીલ શ્રમણ શ્રમણીઓને સર્વાશે આરાધક કહ્યાં છે.”
હું જખુ ! જીવાની આરાધકતાના પાયા તેમની સહનશીલતા ઉપર છે અને વિરાધકત્તાનું મૂળ તેમના ક્રોધી સ્વભાવમાં છે. એ અથ શ્રમણુભગવાન મહાવીરે આ અગિયારમા અધ્યયનમાં કહ્યો છે; તે મેં તને કહ્યો, એમ આ સુધર્મા આલ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org